________________
તું આજ સુધી અળખામણી હતી ને હવે નિર્મલીની જેમ વાત શું કરે છે? તેને વંઠ્ય દૂધ કહી સહીયર સાથે પિયર જવા કહે છે.
દોહા
સાસુ તેને પાપિણી, ફાટું દૂધ, કહી દૂર દેશાંતરે જવા કહે છે અને કહે છે કે તારા અવગુણ જોઈ હું તને પરિહરું છું, કંચનની છરી હોય તે કાંઈ પેટ ન મરાય. ઢાલ આઠમી
અંજના સાસુને તેમનો પુત્ર પાછો વળે ત્યાં સુધી ઘરમાં રાખવા વિનંતી કરે છે અને કહે છે કે કલંક લઈને હું પિયરે કેમ જઉં? પરંતુ કેતુમતી તો હઠે ચઢી હતી કે તેણે તેને પગે કરી ક્રોધથી તેનું શીશ ઠેલ્યું અને જ્યાં સુધી અંજના ત્યાં રહે ત્યાં સુધી અન્ન પાણી હરામ એવો નિયમ લીધો. વસંતમાલાને બંધને બાંધી મારે છે અને પૂછે છે મારા પુત્રના આભરણ ચોરનાર ચોર કોણ છે? વસંતમાલા કહે છે કે ચોર તો પવનજી જ હતા, પરંતુ સાસુજી માનતા નથી અને અંજનાને કાળાં વસ્ત્ર પહેરાવી, કાળો રથને કાળા ઘોડા જોડી, કાળી મસ્તકે રાખડી બાંધી, કાળા બાજુબંધ બાંધી પિયરે મોકલી આપે છે. સારથિ પણ દૂરથી પિતાની ભૂમિ દેખાતાં અંજનાને વનમાં ઉતારી પાછો વળે છે. દોહા
સારથિ અંજનાને પગે લાગીને પાછો વળે છે. દિવસ આથમી ગયો ને અંધારું થયું. અંજના વિચારે છે કે આમાં કોઈનો દોષ નથી, આપણા શુભાશુભ બંધ બાંધ્યા હોય હવે તેને રોવાથી શું વળે? ઢાલનવમી
દિન આથમતાં રાત પડી. અંજના વિચારે છે કે આ ઘોર અંધારી રાત વનમાં કેમ વિતાવવી? તેણે તો શુદ્ધ સામયિકમાં રાત્રિ પસાર કરી. અંજના વસંતમાલાને કહે છે કે હું માતાપિતા, ભાઈ-ભોજાઈને મારું કલંક ચઢાવેલું મુખ કેવી રીતે બતાવીશ? ત્યારે વસંતમાલા કહે છે કે જ્યાં સુધી તમે નિર્મળ છો ત્યાં સુધી માતાપિતા, ભાઈ ભોજાઈ તમને હોંશે બોલાવશે અને પવનજી આવે નહીં ત્યાં સુધી પિયરમાં જ રહો.
અંજના સતીનો રસ +253