________________
શ્રીઆનંદસોમ વિરચિત – શ્રી સોમવિમલસૂરિ રાસ મનોજ અજિતચંદ્ર ઉપાધ્યાય
પ્રસ્તાવના:
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગળ પ્રારંભ થાય છે જેન રાસો સાહિત્યથી. એ પ્રારંભિક યુગ (ઈસુની બારમી શતાબ્દીથી ચૌદમી શતાબ્દી, અર્થાત્ આચાર્ય હેમચંદ્રથી આરંભીને ભક્તકવિ નરસિંહ મહેતાના જન્મ સુધી). આ સમય રાસયુગ અથવા હૈમયુગ કે જેનયુગ તરીકે ઓળખાય છે. આનાથી સમજાય છે કે જૈન રાસ-કવિઓ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતાઓ છે. રાસના રચયિતા શ્રી આનંદસોમનો પરિચય:
શ્રી આનંદસોમ એક સફળ કવિ રહ્યા છે. તેઓએ વિવિધ ૭ રાગ અને વૈવિધ્યસભર ઢાળોમાં ૧૫૬ પંક્તિમાં શ્રી સોમવિમલસૂરિ રાસ રચ્યો છે. તેમણે આ રાસ સંવત્ ૧૬૧૯ મહા સુદ ૧૦ના રોજ નંદુરબારમાં પૂર્ણ કર્યો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત છે. આનંદસામે પોતાના ગુરુ પ્રત્યે આદર અને ભક્તિપૂર્ણ પૂજ્યભાવ રજૂ કરવા માટે આ સ્તુતિ સ્વરૂપ રાસ રચ્યો છે. જેમાં તેઓ પોતાના ગુરુના ગુણ ગાતાં દુષ્કૃત દૂર થવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દૃઢપણે માનતા હોવાનું દષ્ટિગોચર થાય છે.
શ્રી આનંદસામે શ્રી સોમવિમલસૂરિ રાસ સિવાય પણ એક અન્ય કૃતિ સાહિત્ય જગતને ભેટ ધરી છે તે સ્થૂલભદ્ર સ્વાધ્યાય નામનો ગ્રંથ છે, જેમાં પ૩ કડીઓ છે. તેની રચના સંવત ૧૬૨૨ શ્રાવણ સુદિ ૧૦ના રોજ વૈરાટ (જયપુર પાસે) માં થઈ હોવાની માહિતી ઉપલબ્ધ થાય છે. (આ ગ્રંથ પ્રકાશિત હોવાની માહિતી જૈન ગુર્જર કવિઓ-૨, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય, સંગ્રાહક અને સંપાદક – શ્રીમાનું જિનવિજયજી.
પ્ર.શ્રીજન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૭૭ અને જૈન ગૂર્જર કવિઓ-૨ : સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ પ્ર.શ્રી મહાવીર
જૈન વિદ્યાલય, મુંબઈ ઈ.સ. ૧૯૮૭, પૃ.૧૧૨ 264 * જૈન રાસ વિમર્શ