________________
સમાલોચના – આ રાસ અજ્ઞાતકર્તા રાસ છે. કવિની કૃતિ અમર થઈ પણ કવિને પોતાનું નામ અમર કરવાની ઇચ્છા નથી દેખાતી. કવિએ અંજના સતીના જીવન પર અને તેના શિયળ ગુણ પર પ્રકાશ ફેંક્યો છે. રાસની ભાષા પરથી તે એકદમ પ્રાચીન સમયની નથી લાગતી કે જે ૧૧મી સદીથી ચૌદમી સદીનો હતો જેમાં અપભ્રંશ ગુજરાતી વપરાતું. ૧૫મી સદીથી સત્તરમી સદીનો સમય જે મધ્ય ગુજરાતી સમય છે તે સમય દરમિયાન આ રાસ લખાયો હશે એમ લાગે છે. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૮૬માં છપાઈ છે.
વાલ્મીકિ રામાયણના અંજનાના પાત્ર કરતાં આનું આલેખન થોડું જુદું દેખાય છે. વાલ્મીકિ રામાયણમાં અંજના વાનર સ્ત્રી અને તેનો પતિ કેસરી વાનરપુરુષ તરીકે વર્ણવ્યા છે. અંજના એક અપ્સરા હતી જેને શાપને કારણે આ જન્મ લેવો પડ્યો હતો અને તે શિવસ્વરૂપ પુત્રને જન્મ આપે પછી તેને શાપમાંથી મુક્તિ મળે તેમ હતું. વાલ્મીકિ રામાયણ મુજબ હનુમાન શિવનું સ્વરૂપ જ છે. અને અંજનાને પુત્ર પવનદેવથી થયો હતો તેથી હનુમાનને પવનપુત્ર પણ કહે છે. આ રાસમાં હનુમાનનો જન્મદિવસ ચૈત્ર વદી અષ્ટમી જણાવી છે જ્યારે લોકમાં ચૈત્ર સુદ પૂનમને દિવસે હનુમાન જયંતી ઊજવવામાં આવે છે. આ રાસમાં ચૈત્રી પૂનમને દિવસે મામાને ત્યાં જન્મમહોત્સવ ઊજવવાનો ઉલ્લેખ છે.
કવિનો મુખ્ય ઉદ્દેશ અંજનાના શિયળ ગુણ વિષે કહેવાનો છે અને બીજું કર્મસિદ્ધાંત રજૂ કરે છે. કડાણ કમો મોખ્ખો નત્યિ પૂર્વના મહાપુરુષોએ જૈન શાસ્ત્રોનાં રહસ્યોને આબાલ ગોપાલ સુધી પહોંચાડવા માટે તેના ભાવને ગુજરાતી રાસો કાવ્યો આદિ દ્વારા સરલ ભાષામાં ઉતારેલ છે. આવા સેંકડો રાસો આજે વિદ્યમાન છે. જૈનસંઘમાં આ રાસોનું ગાયન વાંચન વધે તો પૂર્વના મહાપુરુષોને પિછાનવાની તક મળે અને તેમનું આલંબન પામી શ્રેય માર્ગે આગળ વધી શકાય.
અહી અંજનાનું પાત્રાલેખન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે તેને ધર્મમાં દઢ શ્રદ્ધા હતી. જયારે પણ તેના માથે વિપત્તિ આવી પડતી ત્યારે તે બીજી કોઈ પણ વ્યક્તિ કે સંજોગોને દોષ ન દેતાં પોતાના કર્મને જ દોષ દેતી. તેર ઘડી માટે કરેલા કાર્યનું ફળ તેને તેર વર્ષ ભોગવવું પડ્યું. તેને વડીલો તેમ જ બંધુઓ તરફથી અકારો મળવા છતાં તેણે બીજા કોઈને દોષ ન આપ્યો તેમ જ મનમાં પણ તે લોકો પ્રત્યે કોઈ ખરાબ ગ્રંથિ ન
262 * જૈન રાસ વિમર્શ