________________
બાંધી અને તેઓને હંમેશાં પૂજનીય, માનનીય ગણ્યા. દઢપણે શિયળનું પાલન તેમ જ દાન, દયા વગેરે ગુણોનું પાલન જ તેને સતીની કક્ષામાં સ્થાન અપાવ્યું છે.
આ રાસ પરથી તે સમયની રાજકીય, સામાજિક તેમ જ ધાર્મિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. રાસના ઘણાં વિશિષ્ટ લક્ષણો – સ્તુતિ, ધર્મોપદેશ, વર્ણનો, વિવિધ ઢાળોમાં રચના, શૃંગાર રસ અને કરુણ રસ – કવિએ એમાં વણી લીધાં છે પરંતુ કાવ્યને અંતે સામાન્યત: કવિનો અંગત પરિચય, એના ગુરુનો નામો-ઉલ્લેખ, ગ્રંથની રચનાતાલ અને ફલશ્રુતિ આવે તેનો આમાં અભાવ દેખાય છે. યુદ્ધનું વર્ણન ટૂંકામાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ રાસમાં ઈહ જીવનના અનુરાગ કરતાં તેમાં પરલોકઅભિમુખતા જ મુખ્ય છે.
કાવ્યમાં પ્રાસાનુપ્રાસ અને ક્યાંકક્યાંક ઉપમા અલંકારનો ઉપયોગ દેખાઈ આવે છે. ઉચ્ચ પ્રકારની કલામયતાનો અભાવ દેખાઈ આવે છે.
ધર્મમાં દઢ શ્રદ્ધા હોય તો જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમાંથી પાર ઊતરી જવાય છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ધર્મમાં દઢ શ્રદ્ધાને કારણે જ શૂળીનું સિંહાસન થઈ જાય. સૂતરના તાંતણે ચાળણીથી પાણી કાઢી શકાય વગેરે ઉદાહરણો ઇતિહાસમાં મળી આવે છે. અહીં પણ ધર્મમાં દઢ શ્રદ્ધાના કારણે જ અંજના સતીને સિંહના ઉપદ્રવમાંથી મુક્તિ માટે કુદરતી સહાય મળી છે. તેથી જ કહ્યું છે હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.”
અંતમાં જે આપણા પૂર્વાચાર્યનો ઉદ્દેશ સામાન્ય જનજીવનમાં સામાન્ય કથા દ્વારા તેમાં કોઈ ધર્મનું તત્ત્વ ઉમેરી લોકોને ધર્મોપદેશ આપવાનો હતો તે અહીં પાર પડ્યો છે. વર્તમાનયુગમાં જ્યાં ચારિત્ર માટેના વિચારોમાં પરિવર્તન આવી ગયું છે. જ્યાં આચારોમાં શિથિલતા આવી ગઈ છે, હિંસાનું સામ્રાજ્ય વધી ગયું છે ત્યાં આવા ઉપદેશો દ્વારા આપણી પૂર્વની ઉચ્ચ ચારિત્રભાવના કેળવી શકાય અને આપણા આદર્શો તરફ યુવાનોને વાળી શકાય તો આપણા પૂર્વાચાર્યોના ઉદ્દેશ સફળતાને વરી શકે.
અંજના સતીનો રાસ * 263