________________
મેહની વાટ જોઈએ તેમ હું તમારી વાટ જોઈશ.
દોહા.
કવિ કહે છે કે રાજકુમા૨ જે યુદ્ધમાં ભાગે તો બે કુળને લાંછન લાગે, મરવું તો એક જ વાર છે, માટે કાયર બનવું નહીં.
ઢાલ
અંજનાને થાય છે કે તેણે કંથને કઠિન વચન કહ્યાં તેથી તેને રડવું આવે છે ત્યારે વસંતમાલા તેને ધીરજ આપી સામાયિક કાલની યાદ દેવડાવે છે. પછી તો અંજનાના દિવસો સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચૌદ નિયમ તથા બાર વ્રતનું પાલન કરતાં, બાર ભાવના ચિંતવતાં અને સજ્ઝાય કરતાં અંજનાના દિવસો જાય છે.
દોહા
આ બાજુ પવનજી રાવણનો આદેશ લઈ વરુણ પર ચઢાઈ કરે છે બીજી બાજુ અંજનાને ગર્ભ રહે છે ત્યારે સાસુ કેતુમતી કહે છે કે પવનજી તો પરદેશમાં છે અને વહુએ પેટ વધાર્યું છે અમને તેની ઉ૫૨ શંકા કરે છે.
ઢાલ છઠ્ઠી : અંજના તો ઉદરે ઓધાન જાણીને ખૂબ દાન કરે છે. દીન દુઃખિયાની સંભાળ લે છે. પછી તેની સાસુ કેતુમતી તેને ત્યાં મળવા આવે છે, અંજના સાસુનો સત્કાર કરે છે. તેમના ચરણ પખાળીને નીર પીએ છે. કેતુમતીને વહુનો દેહ જોઈને શંકા જાય છે અને તેને પૂછે છે કે તારે ઉદરે ઓધાન છે કે વિકાર? ત્યારે અંજના તેમને બધી સત્ય હકીકત જણાવી કહે છે કે તેઓ ત્રણ દિવસ મારે ત્યાં રહ્યા હતા તેથી મારે સાતમો માસ ચાલી રહ્યો છે.
દોહા
સાસુ તે જૂઠ્ઠું બોલે છે એમ કહી તેને પાપિણી, કુના૨ વગેરે કહી તેને ધિક્કારે છે. સાસુની વાત સાંભળી અંજનાને મૂર્છા આવી જાય છે. અંજના કહે છે કે સાસુજી, મેં કોઈ કુકર્મ નથી કર્યું.
ઢાલ સાતમી
વહુના વચન સાંભળીને કેતુમતીને ગુસ્સો આવે છે અને કહે છે કે
252 * જૈન ાસ વિમર્શ