________________
અને પિયરના સજ્જનોએ પણ બહુ પ્રીત બતાવીને છેડે છેહ બતાવ્યો એ ઓછાંની રીત છે. વૃક્ષ સાથે સંગત કરવી સારી કે જે અવગુણને ગુણ કરી લે છે, ઝાડ પર પથ્થર ફેંકો તોપણ તે તલ્લણ ફળ આપે છે. માટે એવા સજ્જનની સંગત કરીએ કે જે મજીઠ જેવા હોય, તે પોતાના રંગે બીજાને રંગી દે છે. આંબા જાંબુ, કરમદાં અને બોર ઉપરથી નરમ દેખાય પણ અંદરથી કઠણ હોય છે. માટે હે જોશીવીર, જે શહેરમાં પાણી મળે તો તે હું નહીં પીઉં. ઢાલ બારમી
માટે વસંતમાલા જે મને ઉજ્જડ, ઘનઘોર વન કે જ્યાં સૂર્યકિરણ પણ પ્રવેશી શકે નહીં ત્યાં લઈ જાય તો ત્યાં હું જળ પીશ. આમ પિયરની આશા છોડીને અંજના વનમાં જાય છે. નગરના લોકો પણ કહે છે કે રાજાને આવો કેવો ખ્યાલ ઊપજ્યો છે કે તેમણે ઘરેઘરે આણ દેવરાવી, પુત્રીને પરહરી વનમાં મોકલી. આવું કર્મ તો ચાંડાળ પણ ન કરે. માતાને ચિંતા થતાં સહેલી દ્વારા તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે અંજના તો વનમાં ગઈ છે. દોહા
મનરેગા મનમાં વિચારે છે કે મારી લાડકી વનમાં જઈને વસી છે, આ લોકમાં નિંદા થઈ અને પરલોક વિણસાડ્યો – બગાડ્યો. પોતે નારીની મતિ પ્રત્યે અફસોસ કરતાં કહે છે કે નારીની મતિ પાછલી છે, પહેલાં કોઈ વિચાર ન કરે અને કામ બગડ્યા પછી અપાર શોક કરે છે. ઢાલ તેરમી
માતા અંજનાએ ભોગવેલ સુખોને યાદ કરીને વિલાપ કરે છે કે તે વનનાં દુખો કેમ કરીને સહેશે અને મૂચ્છ પામે છે ત્યારે રાજા આવીને રાણીને સમજાવે છે કે કટકથી પવનજી આવશે તો આપણું નાક કપાઈ જશે, કેવી રીતે દેશની આબરૂ રાખશું અને જે હું અંજનાને ઘરે લઈ આવું તો નગરના બધા નર નારી કાલે અનાચાર કરતાં થઈ જશે. બીજી બાજુ વસંતમાલા અંજનાને કહે છે કે તારા પિતા કર્મચંડાલ, માતા મૂર્ખ છે, ભાઈઓએ વિકરાલ કર્મ કીધું છે, તને આંગણે ઊભી પણ ન રાખીને કલંક ચડાવ્યું અને તને કહે છે તારું પિયર રસાનલ પડ્યું છે તોપણ અંજનાના મનમાં તો શુદ્ધ ભાવ જ છે. તે કહે છે કે મારા પિતા નિર્મળ છે, મારા
અંજના સતીનો રાસ *255