________________
દોહા
અંજના સંકુચિત પગલે ચાલતી, મનમાં લા રાખતી, કંપતી ચાલે ચાલતી (શેરીમાં હું કેમ કરી મુખ બતાવું એમ વિચારતી શેરીમાં ચાલી રહી છે. વસંતમાલા તેને ધીરજ દે છે અને તેના મનમાં વિશ્વાસ આણે છે. ઢાલ દસમી
અંજના નગરમાં ઘૂઘટને નીચી દષ્ટિએ હંસગતિએ ચાલતી પિતાને મહેલે પહોંચે છે. પહેલાં તો રાજા ખૂબ જ રાજી થઈને તેનો સત્કાર કરવા કહે છે પણ જેવી તેને ખબર પડે છે કે અંજનાને તેના સાસરે પરિહરી છે તો તેને મૂર્છા આવી જાય છે અને અંજનાને પોળની બહાર કાઢવા કહે છે. પછી અંજના માતા પાસે જાય છે. તે સુવર્ણ હિંડોળે, માણેક મોતી હીરે જડ્યા પાટે બેસીને હીંચકા ખાઈ રહી હતી પરંતુ અંજનાને કાળા વેશમાં જેતાં જ તે રડવા લાગી તેમ જ અંજનાને ભાંડવા લાગી. દોહા
ત્યારે ચાર ચેટી આવીને અંજનાને પાપિણી, કલંકિની, માતાપિતાનું કુળ લજવનાર આદિ કટુવચનો કહેવા લાગી. ઢાલ અગ્યારમી
વસંતમાલા ત્યારે બધાને તેમ ન બોલવા કહે છે અને બન્ને જણ ભાઈને ત્યાં જાય છે, ત્યાં ભાઈ-ભાભી પણ મુખ ફેરવી લે છે, કટુવચનો કહે છે. ભાઈ પુરોહિત, પ્રધાન જ્યાં જ્યાં અંજના ગઈ ત્યાં બધાંએ દ્વાર વાસી દીધાં. અંજનાને ખૂબ જ તરસ લાગી ત્યારે કોઈ બ્રાહ્મણ વીર તેને માટે પાણી લાવી તેને આપે છે ત્યારે અંજના કહે છે કે ભાઈ! નગરનાં તો મારા પિતાની આણ છે તેથી નગરમાં નહીં પણ પોળ બહાર જઈને હું પાણી પીશ.
દેહા
અહીં કવિ બહુ સુંદર શબ્દોમાં ફિલસૂફી કરે છે. સજ્જન સ્નેહ ન કરે, ખોટું બોલે, આદર ન કરે તો પણ મનમાં રોષ ન આવે. માછલીનો પાણી સાથે જે સંબંધ છે તે સાચો સ્નેહ છે, તેને જે જલથી જુદી કરવામાં આવે તો તે ક્ષણમાં પ્રાણ છોડે છે, ડુંગર ઉપરથી વહેતા ઝરણાંનો સ્નેહ ઓછો છે, તે ઉતાવળે વહે છે પણ ઝટ છેહ દેખાડે છે તેવી જ રીતે માતા પિતા 254 * જૈન રાસ વિમર્શ