________________
એક વ્યંતર યક્ષ રહેતા હતા તેણે બૂમો સાંભળી શાર્દૂલરૂપ કરી કેસરીને નખથી છેદી નાખ્યો અને અંજનાને બે હાથ જોડી પગે લાગ્યો અને કહેવા લાગ્યો તમારા શિયળના બળે તમને તમારા પતિ મળશે અને તમારા મામા આવશે ત્યાં સુધી તમે અહીં નિશ્ચિતપણે રહો. અંજના વનફળ ખાઈને રહેતી, અખંડપણે વ્રત કરતી શુદ્ધ સામાયિક રોજ કરતી હતી, ત્યાં ચૈત્ર વદી અષ્ટમી, પુષ્ય નક્ષત્રને સોમવારે પાછલી રાતે અંજનાએ હનુમંતકુમારને જન્મ આપ્યો. કુંવરના પિતા તો સૈન્ય સાથે ગયા છે. તો તેનો જન્મોત્સવ કોણ કરે? અંજના પૂનમની ચાંદની રાતે પુત્રને કરમાં લઈને બેઠી હતી તે સમયે અંજનાના મામા શૂરસેન યાત્રા કરીને પાછા વળતાં ત્યાં વિમાન થંભ્ય તો બે બાલિકાને દીઠી. ત્યાં મામીએ અંજનાને ઓળખી અંજના મામાને કોટે વળગીને રડવા લાગી. પછી અંજનાને અને હનુમંતકુમારને વિમાનમાં બેસાડી સંચર્યો, પરંતુ મોતીના ઝુમખા જોતા કુમાર મોતી તોડીને નીચે ભૂમિ પર પડ્યો ત્યારે અંજના મૂછિત થઈ. મામા તેને પાછો લઈ આવ્યા અને કહે છે તેના જેવો બળવાન આ વિશ્વમાં બીજો કોઈ નથી. દોહા
કપિકુલનો રાખણહાર પૂર્ણ પરાક્રમી જ્યોતિમાં શશી સમાન દીપતો વીર બજરંગ ઉત્પન્ન થયો છે. ઢાલ પંદરમી
મામાએ બારણે તોરણ બંધાવી, યાચકોને દાન આપી, હનુમાનનો જન્મ મહોત્સવ કર્યો. દોહા
અંજના સુતના મુખને નીરખતી, પોતાના ભરથારના આવવાની રાહ જોતી તથા પતિ આવીને કલંક દૂર કરે તેની રાહ જોતી સમય પસાર કરતી
હતી.
ઢાલ સોળમી
અહીં મેઘપુરી જઈ વરુણ રાજા સાથેના યુદ્ધનું વર્ણન છે. તે યુદ્ધ એક વર્ષ ચાલ્યું અને વરુણને હરાવી પવનજી લંકા રાવણ પાસે આવ્યા. રાવણે તેમને મહેલમાં બે ચાર માસ રાખી કહ્યું કે જ્યારે તમને તેડાવું ત્યારે તે
અંજના સતીનો રાસ +257