________________
માતા પતિવ્રતા ધર્મ પાળનાર મહાસતી છે, ભાઈઓ પિતાના ભક્તો છે એમને કોઈને દોષ ન દો. પૂર્વે પુણ્ય કર્યા નહીં એ સહુ આપણાં કર્મના દોષ છે. ત્યાં ગિરિગુફામાં અંજનાએ પંચમહાવ્રત પાળતાં, તપ, જપ અને સંયમ થકી શોભતાં અવધિજ્ઞાની મુનિને જોયાં, અંજનાએ તેમના ચરણમાં વંદન કર્યા અને અતિ દુઃખમાં પણ તેને આનંદ થયો. દોહા
ઋષિને વંદન કરીને સતી પૂછે છે સ્વામી! ક્યા કર્મનો દોષ હું ભોગવી રહી છું? ઢાલ ચૌદમી
અંજના પૂછે છે કોણે કર્મે રડવડી, કોણ કર્મે મહારી તુટી છે આશ તો, કોણ કર્મે માતાએ પરહરી, કોણે કમેં મારો વન માંહે વાસ તો ત્યારે ઋષિ કહે છે તમે શોક્યના ભવમાં જે કર્મ કીધું છે તેનું આ ફળ છે. તું ત્યારે ધર્મની દ્રષિણી હતી, જિનધર્મનો દ્વેષ કરતી હતી, તે સાધનો ઓઘો ચોરીને તેર ઘડી પડોશણને ત્યાં રાખ્યો હતો. જ્યાં સુધી સાધુ આવીને વહોરે નહીં ત્યાં સુધી અન પાણીનો નિયમ હતો. ત્યારે સાધ્વી આવીને તમને ઉપદેશ આપ્યો જેથી તમારા મનમાં વૈરાગ્ય ઉત્પન થયો. પછી તમે ઓઘો આપી દીધો અને સાધ્વીને પાયે નમ્યાં, ધર્મનો રાગ ઊપજ્યો અને સંયમ સાધીને તપ કર્યું પણ આલોચણા ન કરી. કરેલાં કર્મથી છૂટકો જ નથી, તેર ઘડીની તેર વર્ષ તમારે ફળ ભોગવવું રહ્યું. ત્યાંથી ચ્યવીને તમે દેવ થયાં અને પછી રાજકુમારી થયાં. તમારી સાથે તમારી પડોશણ (હાલ વસંતમાલા) દુઃખી રહે છે અને તમારી કુખે પુણ્યવંત, શૂરવીર અને આગળ જતાં ધર્મ આધાર બનનાર જીવ છે. પવનજી રણમાં વરુણ સાથે યુદ્ધ કરીને કુશળે આવીને તમને મળશે. એટલું કહીને ઋષિ ગયા ત્યાં તો ગુફામાં સિંહ ગાજ્યો. વસંતમાલા તો ડરીને વૃક્ષ પર ચઢી ગઈ અને અંજના દઢ આસને બેઠી ને ભગવાનનું નામ લેવા લાગી, ચારે ગતિના જીવને ખમાવતી ચારે શરણાં મનમાં ચિંતવવા લાગી કે મારો ધર્મ કોઈ ન લઈ શકે, કેસરી રૂટીને શું કરશે? વસંતમાલા વૃક્ષ પરથી મદદ માટે બૂમો પાડવા લાગી. તે વનમાં
૧. સં. ૧ પ્રસિદ્ધ અંજનાસુંદરી કથામાં જિનમૂર્તિ જમીનમાં દાટી' એવી કથા છે. ૨. બાવીસનો ઉલ્લેખ મળે છે. 256 * જૈન રાસ વિમર્શ