________________
વિદ્યાધર નાથ! તમે આવજો. યુદ્ધથી કુંવર પાછા ફર્યા, માતાપિતાને પગે લાગ્યા અને માતા ભોજન તૈયાર કરે તેટલી વારમાં અંજનાને ઘેર આવ્યા. તેના સૂના મંદિર દેખી, સર્વ વાત સાંભળી તેમને ગુસ્સો આવ્યો. માતા વિનવણી કરે છે પણ પવનજી તો ગુસ્સમાં જ છે કે તમે સૈન્ય તરફ માણસ મોકલી પુછાવવું તો હતું. પવનજી વિચારે છે કે માતાએ આવી ગુણિયલ નિર્મલી સ્ત્રીને પરિહરી કે જે હંમેશાં બીજાના ગુણ જ ગાય છે. પછી પવનજીએ સંદેશો કહેવડાવ્યો કે તેઓ આણે આવે છે. આ સાંભળી મહેન્દ્ર રાજાને પણ દુઃખ થાય છે કે મેં નરક નિયાણું બાંધ્યું તે કમેં હું કેમ છૂટીશ? રાજરાણી વિચારે છે કે જમાઈને હું શું મુખ બતાવીશ? પવનજી આવતાં તેનો આદરસત્કાર ખૂબ જ સરસ રીતે કર્યો વિધવિધ ભોજન પીરસ્યા. પવનજી અંજનાની વાટ જોતાં બેઠા છે અને વિચારે છે કે અંજનાને પુત્રી થઈ હશે, કારણ કે પુત્ર થયો હોય તો વધામણી ખાય, વસંતમાલા પણ કેમ નથી દેખાતી? ત્યાં માંહોમાંહ બે જણાની વાત પરથી તેને બધી વાતની જાણ થાય છે, તેથી તે દુઃખી થાય છે. પછી તે ચારે દિશામાં વિમાન દ્વારા, ઘોડેસવાર દ્વારા, પગે ચાલતા માણસો દ્વારા દિશદિશ તપાસ કરાવી. પવનજી કહે છે કે એ સતી દીસે તો જીવવું નહીંતર ખગ મારી હું મૃત્યુને ભેટું. છેવટે અંજનાનો તેના મોસાળમાંથી પત્તો લાગ્યો. પવનજી ત્યાં આવતા હતા ત્યારે સહીયરે તેને ઓળખ્યા અને અંજના આવીને પગે પડી અને તેના ખોળામાં હનુકુમારને બેસાડ્યા. પવનજી એક ક્ષણ અંજના સામે અને એક ક્ષણ પુત્ર સામે જુએ છે અને તેને અને વસંતમાલાને કહે છે કે કેવી રીતે આવા દુઃખમય દિવસો વનમાં પસાર કર્યા. વસંતમાલા કહે છે સાસરા પિયર બંનેએ જાકારો દીધો તેથી અમે વનમાં ધર્મધ્યાન કરતાં સમય પસાર કર્યો અને દેવતાએ અમારી સારસંભાળ લીધી, અંજનાના ગુણોનો કોઈ પાર નથી.
દોહા
કવિ કહે છે ભલે ભરથાર આવ્યા, સતી સાચી ઠરીને તેનું કલંક મચ્યું. ઢાલ સત્તરમી
અંજના અને તેની સખી પવનજીને કેવી રીતે યુદ્ધમાં લડ્યા વગેરે કુશળ અંતર પૂછે છે. અંજના સાસુ, સસરા, માતા, પિતા બધાને પ્રણામ કરે છે : બધા તેની ક્ષમા માંગે છે ત્યારે અંજના કહે છે તમારો કોઈનો
258 * જૈન રાસ વિમર્શ