________________
દોષ નથી, હું મારે કર્મે જ વન ગઈ. દોહા
દાદા દાદી પૌત્રને જોઈ ખુશ થાય છે. પાંચ-સાત દિવસ પવનજીને પ્રેમથી રાખી સહુ શીખ માંગી પોતપોતાના ઘેર જાય છે. ઢાલ અઢારમી
સહુ પાટણથી નીકળી રત્નપુરી આવ્યા. મામાજી તેમને વળાવવા આવ્યા. પવનજીને રાજ્ય સોંપી રાજરાણી બેઉ તપોવન ગયાં. હનુમંતકુંવર વિદ્યા ભણે છે, તેઓ વાનરવિદ્યા તેમ જ બીજી પણ ઘણી વિદ્યા ભણ્યા જેથી દેશવિદેશમાં તેમની ખ્યાતિ ફેલાઈ. પવનજી રાજપાટ સંભાળી રહ્યા છે.
પાછો વરુણ વાજિંત્ર વગડાવી લંકા તરફ તેનું સૈન્ય મોકલે છે, રાવણે તેની સેના મોકલી અને એક તેડું પવનજી રાયને પણ મોકલ્યું. ત્યારે હનુમંત કહે છે અમે જઈશું, પણ પિતા કહે તું હજી નાનો છે. અંજનાએ પણ કહ્યું કે રાજા જાય તો રણ રહે, મારો કુંવર હજી નાનો છે. ઢાલ ઓગણીસમી
હનુમંત હઠ કરીને ચાલ્યો ને મહેન્દ્રપુરી જઈને મહેલાણ દીધું. ત્રણ પહોર સુધી દળ આવ્યું, તેણે મા-બાપને બંધને બાંધ્યા ત્યારે મામાએ આવીને છોડાવ્યા. બંધન છોડી પ્રણામ કરીને કહે છે. મારી માતાને જરૂર પડી ત્યારે કોઈએ તેને ઠામ કેમ ન આપ્યું? હનુમંત લંકા ભણી ચાલ્યો. રાવણ રાજા સામે મળવા આવ્યો. તેમણે બીડું ઝડપ્યું ને પાછા વળી મેઘપુરી તરફ જઈ ત્યાં પડાવ નાખ્યો. સામે યોદ્ધા આવ્યા અને ધનુષ્ય ખેંચીને સામસામા બાણ છોડવા લાગ્યા. રાવણની સેના જોઈ વરુણના સો પુત્ર રણે ચડ્યા અને સામસામા લોહના બાણ અફળાય ત્યાં અંગારા ઝરતાં. રાવણસેના નાસી ગઈ અને આગળ હનુકુમાર ઊભા છે. દોહા
ત્યારે વરુણપુત્ર બજરંગીને પૂછે છે કે હે કુંવરજી! તારો બાલક વેશ છે, કોણ તારા પિતા છે અને કયો તારો દેશ છે? ત્યારે તેજસ્વી હનુમંત કહે છે કે મારું નામ પવનપુત્ર છે. હું લઘુdશે નાનો બાળ છું પણ મારા કામ જુઓ.
અંજના સતીનો રસ +259