________________
ઢાલ ત્રીજી
રાજાએ વહુને મોટો મહેલ આપીને કહ્યું કે તમે અહીં લીલાલહેર કરો. પરંતુ પવનજી તો અંજનાની સામે દૃષ્ટિ પણ નથી કરતા. અંજનાના પિયરથી સુખડી અને વસ્ત્ર આભરણ આવ્યા હતા તે વસંતમાલા સાથે મોકલે છે, પરંતુ પવનજી તેને તિરસ્કૃત કરે છે. આ સાંભળતાં અંજનાની આંખમાં આંસુ આવે છે કે હું ક્યાં ભક્તિ ચૂકી? પરંતુ તેને તેમાં પણ પવનજી નિર્મળ દેખાય છે, તે તો પોતાના કર્મનું જ ફળ તેને જાણે છે.
દોહા
અહીં કવિ અંજનાની વિરહિણી દશાનું વર્ણન કરે છે. કવિ કહે છે કે પ્રીતમ વિણ વલખી ફરે, જલ વિણ નાગરવેલ, વણજારાની પોઠ જવું, ગયો ધુખંતી મેલ.’
ઢાળ ચોથી
અંજના પોતાના મહેલમાં બેઠી બેઠી પવનજી ઘોડેસવારી કરતા જતા હોય છે તે જોઈને ખુશ થાય છે. પવનજીને આ ખબર પડતાં તેમણે ગોખ આગળ ભીંત કરાવી અને રાજા પ્રહ્લાદે અંજનાને પાંચસો ગામ આપ્યા હતા તે પવનજીએ લઈ લીધા. તે સમયે રાજા રાણી તો અંજનાને સતી સુલક્ષણી માની તેનો આદર કરે છે, અને પુત્રને વર્ષે છે. અંજનાના પિયરથી આણાં આવે છે, તેને તેડવા મોટો ભાઈ આવે છે, પરંતુ અંજના તેને પાછો વાળે છે. આમ ને આમ બાર વરસ વીતી ગયાં. પછી રાવણ અને વરુણ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે રાજા વિદ્યાધર પ્રહ્લાદને તેડું આવે છે, પરંતુ તે સમયે પવનજી કહે છે કે યુદ્ધમાં તો હું જઈશ. અંજનાને આ સમાચાર મળતાં તે શકુનના નિમિત્તે દહીં લઈને પતિને વંદન કરવાની ઇચ્છાથી માર્ગમાં ઊભી રહે છે. પવનજી માતાપિતાને શીશ નમાવી હાથી પર બેસી યુદ્ધમાં જવા નીકળે છે ત્યારે ભીંતના ઓઠે ઊભેલી અંજનાને જોતાં તેમને તો કોઈ ચિતારાનું ચિત્રામણ લાગે છે. તેથી મંત્રીને પૂછે છે કે આવી રંભા જેવી પૂતળી કયા ચિતારાએ ચીતરી છે, ત્યારે મંત્રી કહે છે કે તે પૂતળી નથી પરંતુ અંજના નારી છે. આ સાંભળી રાજ ગુસ્સે થઈ તેને ઠેલો (ધક્કો) મારીને જાય છે, ત્યારે વસંતમાલા અંજનાને ઊભી કરી અંદર લઈ જાય છે અને કહે છે કે તમારો નાથ તો મૂર્ખ લાગે છે ત્યારે અંજના તેને ગાળ દેવાની 250 * જૈન રાસ વિમર્શ