________________
જ નથી
તેવો આ પવનજી નથી, પહેલાં ચિંતવેલ વર અઢારમા વર્ષે તપ કરી, પાંચ ઇન્દ્રિયોને જીતશે અને છવ્વીસમા વર્ષે મોક્ષ પામશે તેથી કન્યાને વરનું દુઃખ ઊપજે તેથી કરીને તે વિવાહ નક્કી નથી કર્યો. ત્યારે અંજના તો સહજ ભાવે એમ કહે છે કે તે નરનો અવતાર તો ધન્ય છે. તે પોતાના કર્મની નિર્જરા કરીને વહેલો ભવપાર ઊતરશે. હું તો તે પૂજ્યને પામવંદન કરી બે કર જોડીને શીશ નમાવું છું. આટલું સાંભળતાં જ પવનજીને ક્રોધ ચડ્યો અને તે તો ધનુષ ચડાવીને બાણનું સંધાન કરે છે અને કહે છે કે આ તો પરપુરુષના વખાણ કરે છે, મારા અવગુણ બોલે છે. ત્યારે મંત્રીએ તેમને પગે લાગીને તેમ ન કરવા વિનંતી કરી અને કહ્યું કે નારીને નર જોર કરીને ઘાત ન કરે. બસ આ જ વાત પવનજીના મનમાં શલ્ય બની જાય છે. જે અંજનાની જિંદગીમાં દુઃખરૂપ બની જાય છે. પવનજી મનમાં વિચારે છે કે તેનું ચિત્ત શુદ્ધ નથી, તે પાપિણી છે. પરાયા પુરુષમાં તેનું મન રમે છે. જો હું તેને મૂકી દઉં તો તેને તો ઘણા વર મળી જશે, પરંતુ હું તેને પરણીને પછી પરિહરું એના જેવી કોઈ જ સજા નથી.
લગ્નનો દિવસ આવી પહોંચ્યો. વાજિંત્રોના નાદ સાથે ધામધૂમથી પવનજી આવે છે ત્યારે મહેન્દ્ર રાજા તેનું સામૈયું કરે છે અને સાસુજી હોંશે હોંશ પોંખણાં કરે છે. અંજનાની સખીઓ વરને જોવા જાય છે, પરંતુ પવનજીના મનમાંથી શલ્ય ગયું નથી તેથી તેમને તો અંજનાનું નામ સાંભળતાં તો શીશ ચટકો ચઢે ને નામ લેતાં હડહડ તાવ ચડે છે. પછી લગ્નમંડપનું વર્ણન કરતાં કવિ કહે છે કે રૂપાનો મંડપ ને સોનાના કળશ અને સોનાની વેલ છે, સોપાનના પાયામાં મોતી જડ્યાં છે. ત્યાં અંજનાને પવનજીના લગ્ન થઈ ગયાં છે, પહેરામણીમાં પિતાએ તેને ઘણા હાથી, રથ, ઘોડા, ધન, કંચન, મોતી, રત્નો તથા સાથે વસંતમાલા આદિ પાંચસો સખીઓનું વૃંદ આપ્યું. પછી રતનપુરી આવે છે ત્યારે અંજના સાસુ-સસરાના પાય પૂજી અમૂલ્ય આભરણને રત્ન આપે છે. દોહા
પવનજી અંજનાને પરણીને સાપની કાંચળીની જેમ તેને છોડી દે છે. કવિ સુંદર શબ્દોમાં કહે છે “અહિ તણી કાંચલીની પરે, ફરી ન પૂછી સાર'
અંતર હેત હવે નહીં તો નયનાં નેહ ન હોય. નેહ વિહૂણી તેહની, વાત ગમે નહી હોય.”
અંજના સતીનો રાસ * 249