________________
અંજના સતીનો રાસ
(કત-અજ્ઞાત) પરિચય કર્તા: કોકિલા મહેન્દ્ર શાહ
શ્રી અંજના સતીનો રાસના કર્તા અજ્ઞાત છે. તેનું સંપાદન અને સંશોધન પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. તેઓ) તપોમૂર્તિ પૂ.આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલારદેશોદ્ધારક પૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે તેમનો ઉલ્લેખ છે. અને તેના પ્રકાશક તરીકે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ-શાંતિપુરી (સૌરાષ્ટ્ર)નો ઉલ્લેખ છે.
કવિએ તેના દોહા અને ઢાળનો ઉપયોગ કરેલ છે. દોહા દ્વારા કવિને જે તત્ત્વ પર ભાર મૂકવો છે તે જણાવે છે અને ઢાળ દ્વારા તે વર્ણન કરે છે. આ રાસ બાવીસ ઢાળમાં વિભક્ત છે. તેમાં અંજના સતીનો મુખ્ય ગુણ શિયળ ઉપર ભાર આપી તેના દાનગુણ, દયાગુણ વગેરેનો પણ ઉલ્લેખ છે.
પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર શીર્ષક આપ્યું છે “શ્રી અંજના સુંદરી રાસ” અને અંદરના પૃષ્ઠ ઉપર શીર્ષક આપ્યું છે “શ્રી અંજના સતીનો રાસ”. રાસની શરૂઆત દોહાથી થાય છે જેમાં કવિ શિયલ ગુણ પર ભાર મૂકે છે.
શીયલ સમોવડ કોઈ નહીં, શીયલ સબલ આધાર; શિવસુખ પામે શીયલ, પામે ભવનો પાર. જીવ જગતમાં ઉદ્ધરયા, જેહનું અવિચલ નામ;
શીયલવતી અંજના તણો, ચસ ભણું અભિરામ. ઢાળ પહેલી
પ્રથમ ભવદુઃખ ભંજન ભગવંતને નમન કરી કવિ કહે છે કે હું સતી અંજનાનો રાસ કહીશ, જે સતી દાન, દયા ગુણ તથા શિયલગુણસંપન્ન છે અને તે વિરહિણી બનતાં વૈરાગિણી બને છે અને પછી સંયમ લઈને દેવલોક ગઈ છે એવી સતી શિરોમણિ અંજનાના રાસની વિષયવસ્તુ છે.
શરૂઆતમાં બધી સતીઓનાં નામ અને તેમની વિશેષતાઓનું વર્ણન કરે છે. કવિ કહે છે ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી કામભોગની
અંજના સતીનો રાસ 247