________________
આ બધાં પદ્યોમાં નિજ તપની મહત્તા દર્શાવવામાં આવી છે.
(૮) ત્યાર બાદ વિપાક સૂત્રની સુબાહુકુમાર અને એમના જેવા અન્ય ભદ્રનન્દિ આદિ કુમારોની કથા પદ્ય ૮૪ અને ૮પમાં લેવામાં આવી છે. ભગવાન મહાવીરની દેશના સાંભળી આ દશે અતિ પુણ્યશાળી રાજકુમારો પ્રત્યેક) પાંચસો પાંચસો રાણીઓનો ત્યાગ કરી શુદ્ધ સંયમ પાળી દેવલોક જઈ અંતે મોક્ષે જશે. | (૯) ત્યાર બાદ પદ્ય ૮૬-૮૭ શ્રી કષ્પવડિંસીયા સૂત્રમાંથી શ્રી પદ્મકુમાર આદિ શ્રેણિક રાજાના દસ પૌત્રોની કથા છે જે બધાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધેલી છે, અને અંતે મોક્ષે જવાના છે.
(૧૦) ત્યાર બાદ શ્રી વલિ દશા સૂત્રમાંથી બળભદ્ર (શ્રીકૃષ્ણના ભાઈ)ના નિષધકુમાર આદિ દસ પુત્રોની કથા પદ્ય ૮૮-૮૯માં લેવામાં આવી છે. આ દસે મહાત્માઓ શ્રી નેમપ્રભુ પાસે સંયમ લઈ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા છે, અને અંતે મોક્ષે જશે.
(૧૧) ત્યાર બાદ પદ્ય ૯૦થી ૯૭ સુધી નીચેની કથાઓ લીધી છે જેનો આધાર વિવિધ ગ્રંથો છે.
(૧) ધના અને શાલિભદ્ર (૨) જંબુસ્વામી (૩) પ્રભવ સ્વામી () ઢંઢણ મુનિવર (૫) સુંદક ઋષિ અને એમના ૫૦૦ શિષ્ય. (૬) ભદ્રબાહુ સ્વામી અને ચંદ્રગુપ્ત મૌર્ય (રાજર્ષિ) આમાંની પ્રત્યેક કથા અત્યંત રોચક અને મહત્ત્વની છે.
પદ્યમાં આર્દ્રકુમાર મુનિ (સૂત્ર કૃતાંગ સૂત્ર) સ્થૂલભદ્ર મુનિ, નંદિષેણ મુનિ, આરણિક મુનિ અને અઈમુત્તે મુનિ (શ્રી ભગવતી સૂત્રનો અધિકાર - પ્રસ્તુત ગ્રંથમાં પદ્ય ૭૦)ની કથાનો ઉલ્લેખ છે.
પદ્ય ૯માં કહ્યું છએ કે ચોવીસ તીર્થકરોના મુનિઓની સંખ્યા અઠાવીસ લાખને અડતાલીસ હજર હતી.
૧૨. ત્યાર બાદ પદ્ય ૧૦૦થી ૧૦૫ સુધી મહાસતીજીઓનો ઉલ્લેખ છે. મરુદેવી માતા, બ્રાહ્મી સુંદરી, ચેડા (ચેટક) રાજની પ્રભાવતી દેવી આદિ સાત પુત્રીઓ, સતી દમયંતિ, રાજીમતિજી, વિજયા, મૃગાવતી, પદ્માવતી,
શ્રી સાધુવંદણા રાસ * 245