________________
ઇચ્છા વગ૨ જ બાલપણે વનમાં તપ કરવા ગઈ, મેઘ સેનાપતિની પત્ની સતી સુલોચના, સીતા, સંસારત્યાગ કરનાર સતી રાજેમતી, મહાવીરને આહા૨ દેનાર સતી ચંદનબાલા, દમયંતી, મદાલસા, મયણરેહા વગેરે સતીઓને વંદન કરીને હવે હું અંજનાના ગુણ કહીશ, અંજના વિદ્યાધરના વંશમાં મહેન્દ્રપુરી નગરીના રાજા મહેન્દ્ર અને પટરાણી મનોવેગાની કુક્ષીએ ઉત્પન્ન થયેલ સો બાંધવની એક જ બેનડી હતી. તે સુંદરી સર્વવિદ્યા ભણીને જેમ ચંપકવેલ દિન પ્રતિદિન વધે છે તેમ સહુ સ્વજનની પ્રિય સુંદરી મોટી થતી જાય છે.
દોહા.
તે સુંદરી જૈન માર્ગને અનુસરતી ભરજોબનમાં પ્રવેશ કરે છે. એક વખત તે શણગાર સજી પિતાની પાસે જાય છે ત્યારે તેનું ભરજોબન જોઈ પિતા વિચારે છે કે આ મારી વહાલસોયી પુત્રી હું કોને પરણાવું? ઘર અને વર બન્ને જો સરખા મળે તો જ જગતમાં યશ મળે.
ઢાલ બીજી
ત્યારે રાજા પ્રધાનને બોલાવીને અંજના માટે કોઈ સારો વર શોધવા કહે છે. એક કહે છે કે રાવણને આપો, તો બીજો કહે છે કે મેઘકુમારને આપો. પછી મેઘકુમારની વિશેષતાનું વર્ણન કરતાં કહે છે કે તે રૂડો વર છે, અઢારમે વર્ષે તપ કરી છવ્વીસમા વર્ષે મોક્ષ પામશે તેથી રાજા કહે છે કે તેથી તો કન્યાને સુખ નહીં પણ અતિ દુ:ખ ઊપજશે તેથી તેનો વિચાર છોડી દો. ત્યાર પછી રતનપુરીના રાજા વિદ્યાધર પ્રલ્હાદના પુત્ર પવનજી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. અંજનાના રૂપગુણ વિષે દેશ-વિદેશમાં બધે ખ્યાતિ ફેલાઈ હતી. પવનજી તેના મિત્રને કહે છે કે આપણે જઈને અંજનાનું રૂપ જેઈએ. પુરોહિત નીચી દૃષ્ટિ રાખીને બેઠા છે ત્યારે પવનજી અંજનાનું રૂપ નિરખતાં કહે છે કે તેનાં દર્શન દેવાંગના સમાન છે. બોલે છે તો સુલલિત વાણી બોલે છે, તે મૃગાક્ષી, ચંપકવરણી છે. પછી અંજના વસ્ત્રાભૂષણથી શણગાર સજી સિંહાસને બેસે છે તો સખી તણા વૃંદ સાથે તે તારામાં જેમ પૂનમનો ચાંદ શોભે છે તેમ તે શોભે છે. ત્યારે અંજનાની સખી વસંતમાલા કહે છે કે બન્નેનું જોડું ખૂબ જ યોગ્ય છે, જેવા પવનજી છે તેવી જ અંજના નારી છે. તો બીજી સખી કહે છે કે પહેલાં જે વર મનમાં ચિંતવ્યો હતો
248 * જૈન રાસ વિમર્શ