________________
૩. દારુક આદિ ૬ ભાઈઓ ૪. ગજસુકુમાર મુનિ ૫. જાલીકુમાર આદિ ૬. સત્યનેમિ અને દઢનેમિ
૭. શ્રીકૃષ્ણની ૮ પટરાણી પદ્માવતી આદિ) અને એમની સાથે શ્રીકૃષ્ણના અનેક પુત્રો, મૂળશ્રી આદિ બે પુત્રવધૂઓ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા. ઉપરના બધા જ પુણ્યાત્માઓ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ તે જ ભવે મોક્ષ પામ્યા હતા.
૮. અર્જુનમાળી
૯. બાલકુંવર આઈમુત્તા (અતિમુક્તક કુમાર) જે ૯ વર્ષની બાલવયે જ મુક્તિ પામ્યા.
૧૦. શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓ પુત્રવિયોગે દીક્ષા લઈ એક એકથી ચડતી તપસ્યા કરી મુક્ત પહોંચી.
૧૧. શ્રેણિક રાજાની નંદા આદિ ૧૩ રાણીઓએ મહાસતી ચંદનબાળ પાસે દીક્ષા લીધેલી.
આ બધા ભાગ્યશાળીઓ ભગવાન મહાવીર પાસે બોધ પામી મોક્ષે ગયાનું વર્ણન કરાવાયું છે.
આ પ્રમાણે અંતગડ સૂત્રમાં આઠ વર્ગના થઈને ૯૦ મહાપુણ્યશાળી જીવોનો અધિકાર છે. લગભગ રાજકુળમાં જન્મેલા આ બધા મહાત્માઓ નેમપ્રભુ અથવા મહાવીર સ્વામીની દેશનાથી બોધ પામી કઠિન તપસ્યા કરી કે કઠિન ઉપસર્ગ સહી મહાનિર્જરા કરી તે જ ભવે અથવા એકાવતારી થઈ મોક્ષગામી થયા છે.
(૭) શ્રી અનુત્તરોવાઈને આધારે પદ્ય ૭૮થી ૮૩ પદ્યોની રચના કરવામાં આવી છે. આમાં નીચેના મોક્ષગામી જીવોનો ઉલ્લેખ છે.
૧. શ્રેણિક રાજાના જાલી કુમાર આદિ ૨૩ કુમારોએ અને દીર્ઘસેન આદિ ૧૩ કુમારોએ ગુણરત્ન સંવત્સર તપ કર્યું હતું.
૨ કાકંદીના રાજકુમાર ધનાએ ૩૨ રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લઈને ઉત્કૃષ્ટ તપ કર્યું. જેના વખાણ સ્વયં મહાવીર સ્વામીએ કર્યા હતા. ધન્ના અણગારની જેવા જ સુનક્ષત્ર આદિ. નવ અણગારો પણ મહા નિર્જરા કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા.
244 * જૈન રાસ વિમર્શ