________________
અધ્ય. ૫
૨. થાવરચા પુત્ર ૩. શુકદેવ સંન્યાસી
અધ્ય. ૫
૪. શૈલક રાજર્ષિ અને પંથક મુનિ
અધ્ય. ૫
અધ્ય. ૯
૫. જિનપાલ મુનિવર ૬. ધન્ના શેઠ
અધ્ય. ૨
૭. ધન્ના સાર્થવાહ
અધ્ય. ૧૮
૮. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન અધ્ય. ૧૨
૯. કેતલી મુનિવર
અધ્ય. ૧૪
૧૦. પાંચ પાંડવ અને દ્રૌપદી
અધ્ય. ૧૬
અધ્ય. ૧૬
૧૧. મુનિ ધર્મઘોષ અને ધર્મચિ ૧૨. પુંડિક કંડિક
અધ્ય. ૧૯
આ કથાઓ નીચેના તથ્યો ઉજાગર કરે છે શ્રી જીવદયા,, સ્થિરીકરણ, જરા અને મરણ રોકવાનો એક જ માર્ગ છે. ભગવતી દીક્ષા, ધર્મનું ફળ શૌચ નહીં પણ વિનય છે, મોહથી પરાજિત થના૨ સંસાર-સાગ૨માં ડૂબે છે પણ જે મોહને જીતે છે તે તરી જાય છે. શરીરને અન્નરૂપી ‘ભાડું’ સંયમના નિર્વાહ માટે જ આપવું; તપસ્યામાં પણ માયા-કપટ કરવાથી સ્ત્રીવેદનું આયુષ્ય; મળમૂત્રથી ભરપૂર દેહનો મોહ ત્યાગવા યોગ; પુદ્ગલની પર્યાયો બદલાતા રહે છે; જૈન સાધુ-સાધ્વીજીએ સંસારના કામ માટે મંત્ર-તંત્ર ન આપવાનો આદેશ; સત્તા, સંપત્તિ અને સન્માન હંમેશાં રહેતાં નથી; તપસ્વી સંતને ઝેરી (કે અસુઝતુ) અન્નનું દાન દેવાથી જીવ અનંતકાળ સુધી અશુભ યોનિઓમાં જન્મ લે છે; તપસ્યા તો એકાંત નિર્જરા માટે – મોક્ષ માટે જ કરાય, એનું નિયાણું ન કરાય; કામ-ભોગોની આસક્તિ અત્યંત દુઃખ દેનારી છે, આદિ.
(૬) ત્યાર પછી પદ્ય ૫૫ થી ૭૭ સુધીમાં નીચેની કથાઓનો સમાવેશ ક૨વામાં આવ્યો છે. જે બધી ‘અંતગડ’ (અંતકૃત દશાંગ) સૂત્રમાંથી લીધેલી છે. આ ‘અંતકૃત કેવલીઓ”ની કથાઓમાં ૯૦ ભવ્ય આત્માઓ બધાં કર્મોનો ‘અંત’ કરી સંયમની “દશા” પ્રાપ્ત કરી એ જ ભવમાં મુક્તે પધાર્યા છે, એનો ઉલ્લેખ છે.
૧. ગૌતમકુમાર આદિ ૧૮ ભાઈઓ
૨. અનેકસેન આદિ ૬ ભાઈઓ
શ્રી સાધુવંદણા રાસ * 243