________________
તપ પ્રભાવ, બ્રાહ્મણ ધર્મ, નિગ્રંથ પ્રવચન, આદિનું સુંદર પ્રતિપાદન થયું છે.
(૪) પદ્ય ૧૪માં (અધ્યઃ૧૩) ચિત્ત મુનિશ્વરની કથાનો ઉલ્લેખ છે. આ અધ્યયનમાં ચાંડાળ કુળમાં જન્મેલા બે ભાઈઓ – ચિત્ત અને સંભૂતના - જીવનમાંથી સુખદુઃખના ફળવિપાકની રોમાંચક કથા છે. ચિત્તમુનિ ઉત્કૃષ્ટ સંયમ પાળી અનુત્તર સિદ્ધિ ગતિ પામ્યા ત્યારે સંભૂતનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી બની અનુત્તર કામ-ભોગોમાં રાચી સાતમી નરકે ગયો.
(૫) પદ્ય ૧૫ અને ૧૬માં સૂત્રના ૧૪મા અધ્યયનમાં વર્ણવેલી નીચેના ૬ જીવોના મોક્ષગમનની વાત છે. ઈષકાર રાજ, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત તથા એની પત્ની જશા અને એના બે પુત્રો. આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે – અન્યત્વ ભાવના.
(૬) પદ્ય ૧૭થી ૨૨ સુધી સંયતિ રાજા (સૂત્રનું અધ્યયન ૧૮) મુનિ ગર્દભાલિના ઉપદેશથી શિકારીમાંથી સંયમી બને છે. તેની વાતથી અહિંસા ધર્મની મહત્તા બતાવી છે.
સંયતિ રાજર્ષિને “ક્ષત્રિય મુનિ મળે છે. એ બેની ચર્ચા આ અધ્યયનમાં આપી છે. તેમાં ભારત આદિ ૧૦ ચક્રવર્તીઓ, કરકંડુ આદિ ૪ પ્રત્યેક બુદ્ધ, દર્શાણ ભદ્ર રાજા, ઉદાયણ, કાશીરાજા શ્વેત, વિજય, મહાબલ અર્ષદ, આદિ નવ નરેશ્વરોનું વર્ણન છે. આ ઉપરાંત આ અવસર્પિણી કાળમાં અચલ આદિ આઠ બળભદ્રો (રામ) મોક્ષે ગયા અને બળભદ્રમુનિ પાંચમે દેવલોક ગયા એમ બતાવ્યું છે. પદ્ય ૨૩મા (અધ્ય ૧૯) મૃગાપુત્રના માતા-પિતા દ્વારા શ્રમણ ધર્મની દુષ્કરતા અને મૃગાપુત્ર દ્વારા સંયમ લેવાની દઢતાનો પરિચય મેળવે છે.
પદ્ય ૨૪માં સમુદ્રપાલ મુનિ (અધ્ય. ૨૧) ચોરને જોઈને પણ સંવેગ પામે છે. એ જ પદ્યમાં રાજીમતિ સતીજી અને ભગવાન અરિષ્ટનેમિના અનુજ રથનેમિ મુનિ (અધ્ય. ૨૨)ની અત્યંત રોમાંચક કથાનો ઉલ્લેખ છે. એ જ પદ્યમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના શ્રી કેશી શ્રમણ અને ભગવાન મહાવીરના ગણધર ગૌતમસ્વામીના પ્રશ્નોત્તરથી (અધ્ય. ૨૩) એમ દર્શાવવામાં આવ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ભિન્ન ભિન્ન આચારવેશ આદિ હોવા છતાં જિન માર્ગ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનાનો જ છે.
પદ્ય ૨૫માં જયઘોષ અને વિજયઘોષ (અધ્ય. ૨૫) દ્વારા સ્થીરીકરણનું અનુપમેય દૃષ્ટાંત રજૂ કરાયું છે. એ જ પદ્યમાં શિષ્યાદિનું મમત્વ છોડી
શ્રી સાધુવંદણા રાસ 241