________________
જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું.
શ્રી જૈન જે. તેરાપંથી સંઘના સ્થાપક આચાર્ય ભીખણજી (ભિક્ષુ સ્વામી)ના એ સમકાલીન હતા. તેરાપંથ સંઘના દ્વિતીયાચાર્ય શ્રી ભારમલજી સ્વામી અને એમના પિતા શ્રી કિમ્બોજીએ શ્રી ભિક્ષુસ્વામી પાસે દીક્ષા લીધી હતી. પણ પાછળથી શ્રી કિશ્મીજીને શ્રી ભિક્ષુસ્વામીએ મુનિ જયમલજીને સોંપી દીધા હતા.
શ્રી જયમલજી મહારાજે ૬૬ વર્ષ સુધી અણીશુદ્ધ ચારિત્ર પાળીને ૮૮ વર્ષની વયે સંવત ૧૮૫૩ (સન ૧૭૯૭)ના નાગોર (રાજ.)માં કાળધર્મ પામ્યા હતા.
એમની રચેલી આ “સાધુવંદણા” આજે પણ હજારો જૈનો દ્વારા નિયમિત સ્વાધ્યાયના રૂપે ગવાય છે. અને આમ આ કૃતિ અમર બની ગઈ છે.
(૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી નીચેના અધિકારો લેવામાં આવ્યા છે. પદ્ય-૧૩ મુનિ ત્રણ પ્રકારથી બોધિ પામે છે. (૧) સ્વયંબુદ્ધ – જેમ કે, કપિલમુનિ.
(૨) પ્રત્યેકબુદ્ધ – જે કોઈ એક ઘટના નિમિત્તે બોધ પામે છે. કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિ. તથા
(૩) બુદ્ધબોધિત – જેમ કે સંયત્તિરાજ. ઉત્તરાધ્યયનમાં આ બધાં “બુદ્ધ પુરુષોનું વર્ણન છે.
અધ્યયન ૮: શ્રી કપિલ મુનિવર : બે માસા સોનું માગવા ગયેલા કપિલ બ્રાહ્મણને લોભવશ રાજાનું અધું રાજ્ય માંગવાની ઈચ્છા થઈ; પણ તરત જ એમની અંતઃચેતના જાગૃત થઈ અને વિચાર્યું કે જેમ જેમ લાભ વધે છે તેમ તેમ લોભ વધે છે.” અંતે બધું જ ત્યાગી એ કપિલ મુનિવર’ બની ગયા, અને કેવલી થઈ મોક્ષે પધાર્યા.
(૨) પદ્ય ૧૩: અધ્યયન ૯ઃ પ્રત્યેક બુદ્ધ શ્રી નમિ રાજર્ષિઃ શરીરના દાહજ્વરને શીતળતા આપવા માટે હજાર રાણીઓના કંકણોનો અવાજ એમને અશાંત કરવાથી બધી રાણીઓએ માત્ર એક જ કંકણ રાખ્યું, અને અવાજ બંધ થઈ ગયો. આ બનાવ પરથી નમિરાજા એકત્વ ભાવના ભાવતાં વૈરાગ્ય પામ્યા અને દીક્ષા લઈ મોક્ષે પહોંચ્યા.
પદ્ય ૧૪માં (અધ્ય.૧૨) વર્ણવેલી ચંડાળ કુળમાં ઉત્પન્ન હરિકેશી મુનિની અત્યંત રોચક કથા વર્ણવી છે. આ કથામાં જાતિ મદ, ક્રોધ-કષાય,
240 * જેન રાસ વિમર્શ