________________
શ્રી સાધુવંદણા રાસ ડો. રશ્મિભાઈ જેઠાલાલ ઝવેરી
વિષયપ્રવેશ
સાધુ વંદણા' શીર્ષક બે શબ્દોનો બનેલો છે – સાધુ અને વંદણા. પ્રસ્તુત પુસ્તકમાં નિર્મળ સંયમમય જીવન દ્વારા મોક્ષ પામેલા અથવા સુગતિમાં જઈ પરંપરાએ મોક્ષે જનારા છે, એવા પરમ વંદનીય તીર્થકરો, કેવળી ભગવંતો, સાધુજનો અને મહાસતીજીઓને ભાવભરી વંદણા કરવામાં આવી છે. આ આખી કૃતિ ૧૧૦ પદ્યમાં સરળ છંદમાં ગેય રાસ સ્તુતિરૂપે રચાયેલી છે.
આ સ્તુતિમાં અનાદિ કાળના થઈ ગયેલા અનંત તીર્થકર ભગવંતો, વર્તમાનમાં ચોવીસમા ઋષભનાથ ભગવાનથી ભગવાન મહાવીર સ્વામી આદિ ચોવીસ તીર્થકરો, સીમંધરસ્વામી આદિ વર્તમાન તીર્થકરો, કરોડો કેવલી ભગવંતો વર્તમાન ચોવીસ જિનપ્રભુજીના ૧૪પર ગણધરો તથા મહાસતીજીઓ, આદિ અનેક મહાન આત્માઓની સ્તુતિ કરવામાં આવી છે.
જૈનાગમોમાં અનેક ધર્મકથાઓના અધિકાર બતાવવામાં આવ્યા છે. પ્રસ્તુત રાસમાં નીચેના આગમોની કથાઓ એક કે બે પદ્યમાં સુંદર રીતે વણાયેલી છે.
૧. ઉત્તરાધ્યયન ૨. ભગવતી ૩. જ્ઞાતાધર્મકથા ૪. અંતગડ દશાંગ ૫. અનુત્તરોવાઈ ૬. વિપાક ૭. કલ્પ વસંતિકા ૮. વૃષ્ણિ દશાંગ ૯. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૧૦. સૂત્ર કૃતાંગ આ ઉપરાંત ત્રિશષ્ઠીશલાકાપુરુષ આદિ ગ્રંથોમાં આવેલાં ચરિત્ર વિષે
238 * જૈન રાસ વિમર્શ