________________
જુદાજુદા સંદર્ભે કર્યા છે.
જૈન મુનિની જૈન ધર્મના શ્રાવક ધર્મ પાલનના પહેલા વ્રતવિષયક કથાનક પરની આ રાસકૃતિમાં ઉપદેશ ધર્મનો ઉપદેશ, મહત્ત્વનું અંગ હોય તે સ્વાભાવિક છે.
કવિ ભાવરત્નસૂરિએ મુનિ તરીકે પોતાના રાસ-શ્રોતાઓને આ રાસ પરથી બોધ લઈ ધર્મપાલન માટેનો ઉપદેશ એ પ્રત્યક્ષ ઉપદેશ છે. કુલધર્મ અને જિનવ૨ ભાષિત જીવદયામૂલ એવો જીનધર્મ ઉપદેશ, અધર્મી ધર્મ ન જાણના૨ કેવાં કેવાં વ્યસનોમાં ડૂબેલા છે. ધર્મમાં અનુરક્ત એવા માભિમુખ, માર્ગાનુસારી, માર્ગપ્રતિત આદિ વિશેની સમજ તથા જીવદયાનો ઉપદેશ કથાના એક પાત્ર દ્વારા અન્ય પાત્રોને અપાય છે.
જીવદયાની નિયમપાલન ૫૨ જ આખી કથાની ઇમારતનું ચણતર થયું હોવાથી વચનપાલન, નિયમપાલન, વચનદઢતા આદિ વિષે યંત્ર તત્ર ઘણા ઉલ્લેખો છે. દુઃખ પડે ત્યારે કર્મનું ફળ ગણીને સમજાવે રોકકળ વિના કે વેરભાવ લાવ્યા વિના સહન કરવું જોઈએ એવો બોધ પણ આ કથાનો મહત્ત્વનો અંશ બની રહે છે.
આ કથામાં કર્મ ફિલસૂફી યોગ્ય રીતે આલેખાઈ છે. આ કૃતિમાં શીલવતની રક્ષા અને કામવિજય એ આનુષંગિક બોધકથા હોઈને શિયળમહિમા, નીતિનું બળ અને વ્યભિચારનાં પાપફળ વિષે કવિ વિગતે વર્ણવે છે.
વિવેક દ્વારા સાચા ધર્મની પ્રાપ્તિ આ કૃતિમાં આલેખી ધર્મની વ્યાખ્યા આપે છે. આત્માને તારે તે ધર્મ.’ આવા તારક જૈન ધર્મનું મૂળ છે. જીવદયા. અહીં જીવદયાથી મળતા સુફલ દર્શાવ્યા છે. જીનેશ્વરે દર્શાવેલાં જીવોના ચૌદ પ્રકાર જેમાં હાથીથી માંડી કીડી સુધી સહુનો સમાવેશ થાય તે સર્વને જીવવું વ્હાલું છે. તેથી જેનાથી જેવી પીડા આપણા જીવને થાય, તેવી જ પીડા તેનાથી અન્ય જીવોને પણ થાય છે.
જીવદયાનો ધર્મ સમજવાથી જ રૂપ, ગુણ, સંપત્તિ તથા લક્ષ્મી જેવી ભાર્યાનો સ્વામી બન્યો. હરિબલનો શ્રદ્ધાથી નિયમ પાલન કહેવાય છે કે ઉત્તમજનો આપત્તિ આવે તોય ડગતો નથી તેવો જ હિરબલ છે. અને પોતાના નિયમને વિચાર, વાણી અને વર્તનથી પાળે છે.
શ્રેષ્ઠી હરિબલ અને ધીવર હિરબલ બંનેની અવઢવ વચ્ચે ખૂબ તફાવત છે. એકમાં પાપપંકમાંથી પુણ્ય તરફ ગતિ તો બીજામાં લૌકિક કામના અને 236 * જૈન ાસ વિમર્શ