________________
હરિબલ શ્રેષ્ઠીના રૂપદર્શને જાગતા અનુરાગનું અને પછી પરસ્પર પ્રમોદભાવનું વર્ણન છે તેથી તેમાં પ્રારંભે,
દીઠો રૂપાલો, શિરપાઘ છોગાલો. વાંકડી મુંછાલો’
ની ટેકપંક્તિ મૂકી ભાવાનુસારી લયસંગીત પ્રશસ્ય રીતે પ્રયોજેલ છે. અલંકાર સમૃદ્ધિ :
અલંકાર સમૃદ્ધ વાણીએ આ કૃતિનું મન હરી લેનાર અંગ છે. શ્લેષ, યમક, વર્ણસગાઈ, પ્રાસ, અનુપ્રાસ શબ્દાલંકારોનાં બહોળા પ્રમાણમાં પ્રયોગ આ કૃતિમાં થયો છે.
એક વર્ણસગાઈનું ઉદાહરણ જોઈએ.
વાલિ ન વલઈ વાગ નયણાં તગી’ કેટલીક જગ્યાએ યમક સાંકળીનો પણ કવિએ સુંદર પ્રયોગ કર્યો છે.
ચિત્ત ચિંતવના, લાવણ્ય અગણ્ય પુણ્ય, અવસર સર માંહિ’ રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોનો પણ કવિએ વિશેષ પ્રયોગ કર્યો છે. ઉદા. તરીકે થોકાથોક, હાહાકાર, ડસડસઈ, સોરાસો૨.
ભાષા :
ભાષાકીય દૃષ્ટિકોણથી આ કૃતિમાં વિશેષ પ્રયોગ મળે છે. લોકબોલી તેમજ દૃશ્ય ગણાય એવા શબ્દોનો બહોળો ઉપયોગ થયો છે. સત્યા માછણનાં વર્ણનમાં ટુંબા, ઓથમી, ત્રાડિ, ઉકડો જેવા શબ્દો જિહાજ, બંદીખાના, દીનાર, દીદાર, શિ૨દા૨, જંજીર જેવા વિદેશી શબ્દો તેમ જ મોડ, અહમચી જેવા મરાઠી ભાષાના શબ્દો પણ કવિએ પ્રયોજ્યા છે. શબ્દોને લાડ લડાવવાની કવિની શૈલી અહીં વિશેષ ધ્યાન ખેંચે છે.
આ કૃતિનાં અન્ય ધર્મશાસ્ત્રો વા ગ્રંથોના ઉલ્લેખો વિષે વિચારીએ તો કવિ ભાવરત્નસૂરિ જૈન સાધુ હોવા છતાં તેમણે કથાનાયક હિરબલની તુલના ઈશ ગોરી જેમ બલદીઈ' અને જિમ સિદ્ધરસની તુંબડી યોગીંદ્ર તે રાખઈ હાયિ' શિવ અને યોગીન્દ્ર સાથે કરી છે. વળી એથી વધુ વખત હિરબલ રૂપવર્ણનમાં તેને ‘અભિનવ જણે અનંગ’ કહેલ છે તે શિવના ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવને બાળી ભસ્મ કર્યો હતો. તે ઘટનાનું સૂચન કરે છે. રામ, રાવણ, દ્રૌપદી, સીતા, શિશુપાલ, ચાણ્ર આદિના નામના ઉલ્લેખો કવિએ હિરબલ માછીાસ * 235