________________
કિહાં કરહો કુંભી કિહાં, કિહાં હંસો કિહાં કાગ કિહાં રણ કિહાં કાંકરો, કિહાં કાકીંડો નાગ.
વસંતશ્રીને મને શ્રેષ્ઠી પિત્તળ નહીં પણ સોનું, બાવળ નહીં પણ આંબો જણાય છે.
બીજું પુરુષપાત્ર છે ધીવર માછીમારમાંથી ધીવર ઉત્તમ બુદ્ધિશીલ બનતા હરિબલનું તેના કાર્યોમાંથી જ તેનાં ગુણોનું સૌંદર્ય પ્રકાશે છે. દઢવ્રતના પ્રભાવે તે દેવોનું વરદાન મેળવે છે. વચનપાલનની બાબતમાં જે બોલ્યા તે બોલ પથ્થર ટાંકયા' જેમ અફર ગણી પ્રાણાંતે પણ તે પાળવા દૃઢચિત્ત છે તેથી જ રાજા-મંત્રીની દુષ્ટ યોજના તેને માટે કુસુમશ્રી સાથેના લગ્નમાં અને તેથી રાજા થવામાં પરિણમે છે. કથાને રાજર્ષિ હરિબલની ધર્મમાં અનુરક્તિ મુનિ મહારાજે દ્વારા ધર્મવીર' તરીકેની પ્રશંસા પામે છે.
કુરૂપતાના વર્ણનમાં કવિની કલમ ખીલે છે. બળકટ બોલીમાં માછીપત્ની સત્યાનું વર્ણન કરે છે. શંખિની, કુભાર્યા, અલક્ષ્મી, વાઘણ શી વિકરાળ, વીંછણ શી ઝેરીલી, કુરૂપ, ઝઘડાખોર, ગાળો બોલનારી એવી સત્યા, માછી પતિને ભાંડતી, બાળકોને મારતી, ઝઘડા કરતી તેથી હરિબલની જિંદગી દુઃખદ બની જાય છે.
કવિએ જનસમુદાયના વાણી, વર્તન, બોલચાલના વર્ણનથી નજર સમક્ષ ચિત્રો ખડાં થાય છે. શોક, દુઃખ, રીસ, રોષ, વેદના વલોપાત, શિખામણ, ઉપદેશ, હાહાકાર અને ફિટકાર. આ સર્વ ભાવોની મિશ્ર રંગોળી પૂરીને કવિએ રમ્ય રસસૃષ્ટિ ઊભી કરી છે.
હરિબલના અગ્નિપ્રવેશ પછી તો જનલાગણી ધોધરૂપે વહી નીકળે છે. હાહાકાર લોકે કર્યો પડ્યા શૂના પડનાલ કરઈ ડચકારા ડસડસઈ નયર સોરાસોર તવ થયો... પર દુઃખઈ દુખીયા થયા ગદ્ ગત્ સ્વર કંઠઈ થયા. નયણ આંગૂજલ નિંતરઈ. જતાં રોતાં લોકનઈ...”
કવિએ અહીં સુંદર કલ્પના કરી છે કે આંસુનાં ખારાં પાણી વહી નીકળવા છતાં ચિતાની જ્વાળા બુઝાવવાને બદલે સાગરનાં ખારાં પાણીમાંના વડવાનલ પેઠે અધિક પ્રદીપ્ત થઈ ઊઠી.
શ્રેષ્ઠી હરિબલના મનોદ્વન્દનું માનસ શાસ્ત્રીય નિરૂપણ કરતી પાંચમી
232 * જૈન રાસ વિમર્શ