________________
આ રીતે હિરબલ શૌર્ય, ઐશ્વર્ય ઉત્તમતા આદિમાંથી હરિ એટલે કે સિંહ સમાન ગુણવાળો થયો પરંતુ સિંહના ચાંચલ્ય, કર્દમ, આસક્તિ જેવા અવગુણો તેનામાં નહોતા વળી તે ધીવર યાને માછીમા૨ મટી જઈને ધીવ૨ એટલે કે ઉત્તમ બુદ્ધિમાન હતો.
હરિબલ માછી કથા નિરૂપતિ કેટલીક રાસકૃતિઓ પણ મળે છે. જેમાં હિરબલરાસ, હિરબલ ચોપાઈ, હિરબલ માછી ચોપાઈ, હિરબલ માછીરાસ વગેરેનો સમાવેશ થાય છે.
આપણે અત્યારે ભાવરત્નસૂરિ – ભાવપ્રભસૂરિ કૃત ‘હિરબલ રાસ’ની ચર્ચા કરવાની છે. આખી કથા કવિએ ૩૩ ઢાળમાં રચી છે.
કથાવસ્તુનો આપણને હવે ખ્યાલ આવી ગયો હોવાથી સમગ્ર રાસ રચનાને વસ્તુસંકલના, પાત્રાલેખન, પ્રસંગનિરૂપણ, રાસનિષ્પતિ, ભાષા અને શૈલીના સંદર્ભે વિચારીએ.
હિરબલ કથાનક મૂળભૂત રીતે બહુ દીર્ઘ કે ઘટનાઓના જટાજૂટવાળું નથી. પરંતુ તેમાં વિસ્તાર કરી શકાય તેવી શક્યતાવાળા ઘટના-અંશો અનેક છે. કવિ ભાવરત્નસૂરિએ પડિક્કમણાવૃત્તિ'ની હજારથી વધુ પંક્તિઓ અને ૩૦ અવતરણ શ્લોકોની કથાને અનુસરીને જ હિરબલકથા આલેખી છે. કવિએ ૩૩ ઢાલ અને ૮૭૪ કડીમાં હિરબલ કથાનો રાસ રચ્યો છે. સંક્ષિપ્તતા અને સચોટતાની દૃષ્ટિએ આ રાસ કૃતિ વિશેષ નોંધપાત્ર બની છે.
વસ્તુ નિરૂપણની દૃષ્ટિએ તો કથાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો છે. શ્રેષ્ઠી પુત્ર હરિબલના મનોદ્વન્દ્વની ખેંચતાણમાંથી નિર્ણાયકબળ બનીને તેને સંકેતસ્થાને ન જવાનો નિર્ણય લેવડાવતી ભદ્રકશેઠની કથા એકસાથે બે હેતુ પાર પાડે છે. નારીનો મોહ માનવીને વિવેકશૂન્ય બનાવે છે' એવો ઉપદેશ હિરબલકથા અંતર્ગત રાજા મદનવેગ ચરિત્રનો સાર છે.
આખી કૃતિનું મુખ્ય જમા પાસુ તેનું વર્ણન છે. સમુચિત અલંકારોનો ઉપયોગ, કવિની લયની આગવી સૂઝ અને ભાષાપ્રભુત્વથી આ વર્ણનો દ્વારા પાત્રોનાં તાદશ ચિત્રો દોરી તેને જીવંત બનાવે છે.
પ્રસંગ નિરૂપણ વર્ણનમાં યમપુરી જતા હિરબલને વળાવવા માટે નીકળેલા જનસમૂહના ઉદ્ગારોનું આલેખન અને લોભવશ ચિતાએ ચઢવા આતુર બનેલા જનસમુદાયનું ચિત્ર આ કૃતિનાં વિશિષ્ટ અંગો બન્યાં છે. પ્રકૃતિવર્ણનોને આ કથામાં વધુ અવકાશ નથી છતાં લંકા જતા હિરબલે 230 * જૈન રાસ વિમર્શ