________________
આવ્યો. અરસપરસ બનેલી વાતો જણાવી અને ઉપવને જઈ વસંતશ્રી કુસુમશ્રીને તેડી લાવી. બને સગી બહેનોની જેમ રહેવા લાગી.
હરિબલ રાજદરબારમાં આવ્યો અને લંકાની આખી ઘટના કહી સંભળાવી કે લંકેશને મળવા માટે પોતે અગ્નિપ્રવેશ કર્યો તેથી લંકેશે પ્રસન થઈ, સજીવન કરી, કન્યાને પરણાવી અને નિશાનીરૂપ ચંદ્રહાસ ખગ મોકલાવ્યું તેમ જણાવ્યું. આખી વાત સાંભળી રાજા મદનવેગનો કામાવેગનો ઘોડો થોડો મંદ થયો. પરંતુ ફરી પાછો ભોજનપ્રસંગે હરિબલની પત્નીઓને જોઈ તેની વાસના ઉદ્દીપ્ત થાય છે. ફરી પાછો દુષ્ટમંત્રીની સૂચના અનુસાર રાજ મદનવેગ હરિબલને અગ્નિપ્રવેશ કરી યમ નિમંત્રણે જવાની આજ્ઞા કરે છે અને વચનપાલનની હરિબલની દઢતા અને સ્વામી પ્રત્યેની વફાદારીને કારણે તે પણ કરવા તૈયાર થાય છે પણ દેવતાની સહાય વડે સર્વજન સમક્ષ અગ્નિપ્રવેશ કરી વગર બળે હરિબલ સ્વગૃહે પાછો આવ્યો હતો.
કામાતુર મદનવેગ ભય-લજ્જા છોડી તે જ રાત્રે આવ્યો. પત્નીઓએ હરિબલને સંતાઈ જવા કહ્યું. રાજાએ આવીને સ્પષ્ટપણે પોતાની માગણી દર્શાવી, અને તેમ ન થતાં બળાત્કાર માટેની તૈયારી પણ દર્શાવી. વિવિધ પ્રકારે સમજાવવા છતાં મદનવેગ માનતો નથી તેથી કુસુમશ્રી વિદ્યાના બળે બાંધી તેને શિક્ષા કરે છે. રાજા મદનવેગ પોતાના કૃત્યને બદલ ક્ષમા માંગે છે. રાજા દુષ્ટ નથી પણ મંત્રી જ આ બધાના મૂળમાં હોવાનું જણાતાં હરિબલે તેનો ઉપાય વિચાર્યો.
બીજે દિવસે યમ પ્રતિહારના રૂપમાં સાગરદેવને લઈ હરિબલ ચજદરબારમાં આવ્યો. વમનિમંત્રણનું કાર્ય પાર પાડ્યાની વાત કહી સંભળાવી. યમરાજ સમૃદ્ધિ, અમરતા આપી, સુંદર કન્યા પરણાવવા તત્પર હોવા જણાવ્યું. હરિબલે તેનો અસ્વીકાર કર્યો. તેથી રાજાને અને રાજાના માન્ય પુરુષોને આમંત્રણ આપી તેડી જવા માટે યમરાજે પોતાનો પ્રતિહાર મોકલ્યો હોવાનું જણાવ્યું. લોભીરાજા, મંત્રી પ્રજાજનો સહુ અગ્નિપ્રવેશ કરીને યમપુરી જવા તૈયાર થયા. પ્રતિહારે સર્વજનોની હિંસા ન કરવાની હરિબલની ઇચ્છા જાણી યુક્તિપૂર્વક કેવળ દુષ્ટમંત્રીને જ અગ્નિપ્રવેશ કરાવ્યો. તેની પાછળ ચિતામાં પ્રવેશવા જતા મદનવેગને રોકી હરિબલે શરૂઆતથી લઈ અંત સુધીની ઘટના જણાવી સત્ય પ્રકટ કર્યું. પશ્ચાત્તાપમાં બળતાં મદનવેગને વૈરાગ્યભાવ જાગવાથી પુત્રી મદનશ્રી અને રાજ્ય હરિબલને સોંપી દઈ તેણે
228 * જૈન રાસ વિમ