________________
સંસાર ત્યાગી સંયમ માર્ગ સ્વીકાર્યો.
ત્રણ રાણીના પતિ અને વિશાલાપુર રાજ્યના સ્વામી બનેલા હરિબલની વાત કંચનપુર રાજવી વસંતસેને જાણી. તેથી હિરબલને અને તેની પત્નીઓને પોતાને નગર આવવાનું આમંત્રણ આપે છે અને તે રાજ્ય પણ હરબલને સોંપીને દીક્ષા ગ્રહણ કરે છે.
હિરબલ આદર્શ રીતે રાજ્ય કરવા લાગ્યો. જે ધર્મના પ્રભાવે આ રાજ્યસુખ મળ્યું. તે મુનિ આગમને બારવ્રતધારી શ્રાવક બની દૃઢતાપૂર્વક ધર્મપાલન કરવા લાગ્યો. તેણે ઠેર ઠેર ાનની ગંગા વહાવી, ચૈત્યો બંધાવ્યાં, અમૃત તુંબડા વડે લોકોના દુઃખ દૂર કર્યાં. સાત વ્યસનોમાંથી અને હિંસાચારમાંથી પ્રજાને મુક્ત કરી એક દિવસ કેવલજ્ઞાનીના ઉપદેશને કારણે પૂર્ણ મહાવ્રતોનો યતિધર્મ તેણે સ્વીકાર્યો અને જપ તપ કરી સ્વર્ગે ગયો.
આ કથા દ્વારા સમજાય છે કે શરૂઆતમાં નાનો નિયમ, પછી શ્રાવકના બાવ્રત અને અંતે સંયમગ્રહણ વખતે મુનિરાજોનો ઉપદેશ આ કથાનકનો મહત્ત્વનો અંશ છે. કામલોલુપતા અને અધમ લોલુપતા તજી દઈ, શિયળરક્ષા તથા જીવદયા પાલન કરવા પર અહીં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
જુદાજુદા સર્જકોએ વિવિધ રસબિંદુઓને ઓછાવત્તા પ્રમાણમાં ખીલવીને આ કથાનક આલેખતી સુંદર રસભર એવી રાસકૃતિઓનું નિર્માણ કર્યું છે જેમાં સંસ્કૃત હરિબલ કથામાં સંસ્કૃત ભાષામાં કથાના કેવળ માળખાને રજૂ કરતી સંક્ષિપ્ત ગદ્યકૃતિ છે અને આખી કથા ૧૦૦ પંક્તિમાં સમાયેલી છે. શ્રી જૈનકથા રત્નકોશમાં પણ હિરબલ માછીકથા પાના નં.૧૦૧થી ૧૩૭ સુધી આલેખવામાં આવી છે. જૈન કથા રત્નકોશ ભાગ-૪માં પણ હિરબલ કથા આલેખાઈ છે જેમાં અંતમાં હિરબલ ગુરુનો ઉપદેશ સાંભળવા બેઠો હતો અને જેમાં મુનિએ બે પ્રકારના ધર્મ વિશેનું જ્ઞાન આપ્યું હતું. એક સાધુધર્મ અને શ્રાવકધર્મ. જીવદયા તો ધર્મના પાયારૂપ છે. સંપૂર્ણપણે જીવદયા પાલન ઇચ્છનારે સાધુધર્મ સ્વીકારવો જેઈએ. પરંતુ જેમને માટે શક્ય ન હોય તેમના માટે પ્રભુએ બારવ્રતરૂપ શ્રાવકધર્મ કહે છે તેનાં મત પ્રમાણે જીવદયા ન હોય તેવો ધર્મ પણ નષ્ટ સમજવો. હિરબલ મૂળ તો જાતિથી, કરણીથી, સંગતિથી અને કુલથી નીચ હોવા છતાં દયા ધર્મના પ્રતાપે મહાન બન્યો. જેમ કાદવમાંથી કમળ ખીલે તેવી રીતે હલકી જાતિનો હોવા છતાં ગુણના પ્રભાવથી વિખ્યાત બને છે. અને વિખ્યાતિ માટે જન્મ કારણભૂત નથી.
હિરબલ માછીરાસ * 229