________________
કાઢેલો. સંઘનો શંખેશ્વર મુકામે પહોંચવામાં વિલંબ થયો. પૂજારીએ ગામના ઠાકોરની કડકાઈને કારણે દ્વાર ખોલવાનો ઈન્કાર કર્યો. કહેવાય છે કે ઉદયરત્નજીએ પાસ શંખેશ્વરા, સાર કર સેવકો, દેવ કાં એવડી વાર લાગે. એ સ્તુતિ ગાઈ અને દેવળનાં દ્વાર ખૂલી ગયાં.
પણ આ કવિનો મહિમા કેવળ આવી કોઈ ચમત્કારિક ઘટનાને કારણે જ નથી. એમણે જે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે એને કારણે જૂની ગુજરાતી જૈન સાહિત્યમાં એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. કડવા ફળ છે. કોધનાં, જ્ઞાની એમ બોલે કે “રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે' જેવી સક્ઝાયો તેમ જ “આંખડિયે રે મેં આજ શત્રુંજય દીઠો રે, શંત્રુજા ગઢના વાસી રે મુજશે માનજે રે, તે દિન ક્યારે આવશે. શ્રી સિદ્ધાચલ જાશું જેવાં સ્થળનો લાખો જૈનોને મુખે આજે પણ ગવાતાં રહ્યાં છે.
ઉદયરત્નજીએ સ્તવન-સઝાય-ચૈત્યવંદન-થોય-ચોવીશી-સલોકો-છંદબારબાસ જેવી લઘુસ્વરૂપી રચનાઓ ઉપરાંત લગભગ વીસેક રાસાઓ લખ્યા છે. રાસાઓમાં વિષયવૈવિધ્યનો વ્યાપ આપણું ધ્યાન ખેંચે છે. નેમનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થકરો, ઋષભપુત્રો ભરત-બાહુબલિ, જંબૂસ્વામી અને
યૂલિભદ્ર જેવા મહાત્માઓ, સુદર્શન શ્રેષ્ઠી મલયસુંદરી-ગુણમંજરી જેવી શીલવતી નારીઓ, શત્રુંજય આદિ તીર્થો અને એમના જીર્ણોદ્ધારો હરિવંશ રાસ જેવી રચનામાં મહાભારત અંતર્ગત પાંડવાદિનું કથાનક, વિમલ જેવા મંત્રી ઐતિહાસિક વ્યક્તિવિશેષ આ સધળા વિષયવસ્તુનો કવિના રાસાસાહિત્યમાં સમાવેશ થયો છે.
આવા વિપુલ સાહિત્યના સર્જકે સ્થૂલિભદ્ર નવરસોની જે રચના કરી છે. એની સાથે પણ એમના જીવનની એક કિવદન્તિ સંકળાયેલ છે. કહેવાય છે કે આ કૃતિમાં નિરૂપિત શૃંગારરસને લઈને એમના આચાર્યે ઉદયરત્નજીને સંઘાડા બહાર કરેલા પણ પછી એમણે શિયાળની નવ વાડની રચના કરતાં એમનો સંઘાડામાં પુનઃપ્રવેશ થયો. જોકે આ માત્ર લોકવાયક જ જણાય છે. આ ઘટનાને કોઈ લખાણનો આધાર નથી. જેનપરંપરામાં શૃંગારરસનું નિરૂપણ ઉદયરત્નજી અગાઉ અનેક જૈન સાધુકવિઓએ અનેક કૃતિઓમાં વિસ્તારથી ને ઉત્કટતાથી કરેલું જ છે. દા.ત, જયવંતસૂરિનું શૃંગારમંજરી' કે સહસજસુંદરનું “ગુણરત્નાકરછંદ જૈનપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશાના વિષય નિરૂપણનું પ્રયોજન કામવિજય તેમ જ શીલ-વૈરાગ્યનો મહિમા દર્શાવવાનું
216 જૈન રાસ વિમર્શ