________________
બીજા ગીતમાં સ્થૂલિભદ્રના તપ સંયમથી અકળાઈને કોશા સખી સમક્ષ પોતાની વેદના રજૂ કરે છે. ત્રીજા ગીતમાં કાઉસ્સગ્નમાં રહેલા ધૂલિભદ્રને પોતાના ઉપર કરુણા કરવા કોશા વીનવે છે ચોથામાં સ્થૂલિભદ્રને કોશાને વિષયવિહાર ત્યજવા ઉપદેશે છે. પાંચમા ગીતમાં શૃંગારસજ્જ કોશાને કવિએ મદનયુદ્ધના યોદ્ધા તરીકે વર્ણવી છે. ભૂકુટિના ધનુષ્ય પર નયનકટાક્ષના બાણ દ્વારા ને વેણી (કેશગુંફન)ની તલવાર વડે સ્થૂલિભદ્રને જીતવા માગે છે પણ
સ્થૂલિભદ્ર કહે છે કે મારા અઢારસહસ્ત્ર શીલાંગ રથ આગળ તારું શૃંગારક્ટક તણખલાની તોલે છે છઠ્ઠા ગીતમાં પ્રત્યુત્તર રૂપે કોશા કહે છે જે સુખ અહીં છે તે મુક્તિમાં નથી માટે સંયમવેશ ત્યજી દો. સાતમામાં કોશા સ્થૂલિભદ્રના જુગુપ્સાભર્યા વરવા જોગીરૂપને વખોડે છે મેલો વેશ, મુંડાવેલું મસ્તક હાથમાં ભિક્ષાપાત્ર અને ડાંડો આ બધું જોઈને તો નાનાં બાળ રડે ને ગાય ભેંસ ભડકે આવો વેશ ઉતારી મનગમતા પાઘ વાઘા પરિધાન કરો. આઠમા ગીતમાં કોશા સખીને કહે છે મારાં અદ્ભત ગાન ધ્વનિથી હું એમના તપને ભુલાવી દઈશ.
જે એહને તપે ઈન્દ્રાસન ડોલે મુઝ નયણબાણે તપ ભૂલે રે, પણ માહરી ચાલે સભા ચૂકે શેષનાગ મહી મૂકે છે.
પણ કોશાની હઠ નિષ્ફળ જ રહી. નવમું છેલ્લું ગીત શાંતરસનું છે અહીં પ્રતિબોધિત થયેલી કોશાનું હૃદયપરિવર્તન છે. કોશા મન વચન કાયાથી સ્થૂલિભદ્રને ખમાવે છે. મિચ્છામિદુક્કડમ્ કહે છે. સ્થૂલિભદ્ર ગુરુજી પાસે આવ્યા છે અને પ્રત્યેક ગીતના અંતે જુદાજુદા રસનાં નામ આપ્યાં છે. આમ નવ ઢાળમાં નવ રસનો ઉલ્લેખ થયો છે. દિપવિજયજીકૃત યૂલિભદ્ર નવરસ દુહા :
આ કવિ તપાગચ્છના આણંદસૂરિ શાખાના જૈન સાધુ છે. પંડિત પ્રેમવિજય રત્નવિજયના શિષ્ય છે. ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી કવિરાજનું બિરુદ એમને મળેલું છે. વિક્રમની ૧૯મી સદીનો પૂર્વાર્ધ એમનો કવનકાળ જણાય છે. દુહાનો આરંભ, નંદરાજા સામે ઉપસ્થિત થઈને પિતાની હત્યા શ્રી કને અને પોતાને કેમ બોલાવવામાં કરાઈ અને પોતાને કેમ બોલાવવામાં આવ્યો છે તે અંગે સ્થૂલિભદ્ર દ્વારા પ્રશ્ન પૂછવાથી થાય છે
222 * જૈન સ વિમર્શ