________________
આવા ધૂલિભદ્રજીનું નામ ગવાતું રહેશે. રચનારીતિ અને કાવ્યત્યકતા :
કૃિતિની નવ ઢાળોનું કથાસંયોજન મુખ્યત્વે પરસ્પર સંવાદ રૂપે થયું છે. ઢાળની અંતિમ કડીમાં કથનનો દોર કવિમુખે ગતિ કરે છે. સંવાદોની ભાષાનાં બે રૂપો જોવા મળે છે. ક્યાંક ભાષા બોલચાલની અત્યંત ઘરાળુ બની છે તો જ્યાં ખાસ કરીને વર્ણનો આવે છે ત્યાં ભાષા સાલંકૃત બની છે. આ વર્ણનો પણ પાત્રોદ્ગાર રૂપે રજૂ થયાં હોઈ પાત્રના હૃદયભાવોમાં ઝબકોળાયેલાં છે.
સંવાદમાં બોલચાલની ઘરાળુ ભાષાનાં કેટલાંક ઉદાહરણો જુઓ કોશાના ઉદ્ગારો, ‘તમને મારા બાપના સમ જવા નહિ દઉં રે “તમને તલપાપડ થયું મળવા’ ‘જે તે ફરમાવશે તે માથે ચઢાવી લેશું, ‘લોહી રેવું રે, નહિ મેલું છેડો રે, મેરને માથે ચડાવી રે, “નારી રે, રાઈનો પહાડ વહી ગયો રાતે', બેસી રહો મન વાળી રે, કછોટો વાળ્યો સૂધી, તારો છોડ્યો નહિ છૂટે રે કોશા ક્વચિત્ ઉપાલંભની ભાષા પણ પ્રયોજે છે જેમ કે,
નાગર સહી તે નિર્દય હોવે મુખથી મીઠું બોલે રે,
કાળજા માહેથી કપટ ન છંડે તે મેં પ્રત્યક્ષ દીઠું રે. વર્ણનોમાં મુખ્યત્વે વર્ષોવર્ણન કોશાનાં નૃત્યસંગીત અને વેશભૂષાનાં વર્ણનોમાં મુખ્યત્વે પાત્રોદ્ગાર રૂપે આવે છે. વિરહ કે મિલનના શૃંગારનિરૂપણમાં તે ઉદ્દીપન વિભાવનું કામ કરે છે.
વર્ષાને વર્ણવતાં કોશા કહે છે, ઝરમર મેહલો વરસે ખલહલ વોંકલા વાજે રે. બપેપડો પિયુ પિયુ પોકારે તિમ તિમ દિલડું દાઝ રે.
આ પંક્તિઓ આપણને જિનપદ્મસૂરિના જણીતા સ્થૂલિભદ્રસાગમાંની પંકિતઓનું સ્મરણ કરાવે છે,
ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરસંતિ ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ થરહર થરહર થરહર એ વિરહિણીમણું કંપાઈ
220 * જૈન રાસ વિમર્શ