________________
એના જવાબમાં નંદરાજ ઈર્ષાળુ વરરુચિ બ્રાહ્મણના કપટની અને કાનભંભેરણીની વાત કરી સંભળાવે છે અને મંત્રીપદ સ્વીકારવા દરખાસ્ત કરે છે પછીનો સઘળો ઘટનાક્રમ આગળની બે કૃતિઓ પ્રમાણેનો જ છે. અહીં મુખ્યત્વે સ્થૂલિભદ્ર કોશા વચ્ચેના સંવાદ દ્વારા કથાદોરની ગતિ જોવા મળે છે પણ આગળની બને કૃતિઓ ગેય છે જ્યારે દીપવિજ્યજીની આ રચના દુહા છંદમાં સર્જાઈ ઝિલાયેલી વરતાય છે. કેટલીક પંક્તિઓનું શાબ્દિક સામ્ય અને દુહાની પંક્તિઓમાં ઉદયરત્નનો આવતો ઉલ્લેખ આવું અનુમાન કરવા પ્રેરે છે જેમ કે વજકછોટો વાળ્યો મેં સૂધો (ઉદય) વજકછોટો દૃઢ કરી (દીપ) જાલીમ મયણને જેર કરીને (ઉદય) જાલીમ મયણને વશ કર્યો (દીપ) ધન્ય ધન્ય ચિત્રશાળી (ઉદય) ધન શાળીઆવાસ (દીપ) ઊઠ હાથ અળગી સંચરજે (ઉદય) સાડા ત્રણ જે હાથ મુઝથી આળગી તું રહે (દીપ) તથા દીપવિજ્યની આ રચનામાં ઉદયરત્ન કહે નાયકા તેમ જ ઉદય કહે સ્થૂલિભદ્ર જેવી પંકિતઓનો પાઠ મળે છે.
કવિનો દુહા છંદ ઉપરનો કાબૂ અતિ પ્રશસ્ય છે
આમ તો સ્થૂલિભદ્ર કોશા વિષયક મધ્યકાળમાં વિપુલ પદ્યસર્જન થયું છે પણ અહીં પ્રસ્તુત ત્રણેય કૃતિઓમાં વચ્ચેનું સામ્ય એ છે કે આ ત્રણેય કૃતિઓ નવરસો નવરસ સંજ્ઞાથી ઓળખાઈ છે. ત્રણેય કૃતિઓનું કથાનક સ્થૂલિભદ્ર કોશાના સંવાદરૂપે ગતિ કરે છે. સ્થૂલિભદ્ર ઉત્તરજીવનની કથા અહીં સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે ૧૪ પૂર્વના અધ્યયન માટે ગયા પણ ગુરુએ એમને ૧૦ પૂર્વેનું જ્ઞાન અર્થ સાથે અને બાકીનાં ૪ પૂર્વેનું જ્ઞાન કેવળ સૂત્રરૂપે આપ્યું. આ ઉત્તર કથાનક આ ત્રણેય કૃતિઓમાં પ્રસ્તુત નથી વળી દીપવિજયના આ દુહા અંશતઃ ઉદયરત્નજીની સ્થૂલિભદ્ર નવરસોની કેટલીક હસ્તપ્રતોમાં ઢાળોની સાથે ઉમેરાયેલા છે. નોંધઃ સ્થૂલિભદ્ર નવરોસ વિષયક ત્રણેય કૃતિઓનું પ્રકાશન આ પ્રમાણે છે :
ઉદયરત્નકૃત યૂલિભદ્ર નવરસો ૧ પુસ્તક પૂલિભદ્ર નવરસ સંપાદક જશભાઈ કા પટેલ પ્રકા ચારુતર
પ્રકાશન સં. ૨૦૦૭. ૨ પુસ્તક “ઉદય અર્ચના' (બીજી આવૃતિ) સંપા કાન્તિભાઈ બી. શાહ
સ્થૂલિભદ્ર નવરસો +223