________________
હરિબલ માછીરાસ કવિ ભાવરત્ન – ભાવપ્રભસૂરિ
દીપા મહેતા ૧૮મા શતકના ઉત્તરાર્ધના એક અગ્રગણ્ય નોંધપાત્ર વિદ્વાન સાહિત્યસર્જક તરીકે શ્રી ભાવરત્ન – ભાવપ્રભસૂરિનું નામ અને કામ બંને મહત્ત્વ ધરાવે છે. તેઓ ઊકેશવંશના વાણી ગોત્રના શાહ માંડણ અને વાહિલમ દેવીના પુત્ર હતા. દીક્ષા સમયે તેમનું નામ ભાવરત્ન હતું. તેમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું.
શ્રી ભાવપ્રભસૂરિનો સાહિત્યસર્જનકાળ લગભગ ૪૫ વર્ષનો છે. તેમનો આચાર્ય પદવીનો મહોત્સવ સં.૧૭૭૨ના માઘ શુક્લપક્ષમાં થયો હતો. તેમને સૂરિપદ પ્રાપ્તિ પછી “ભાવપ્રભ' એ નામ મળ્યું છે.
માતૃકા પ્રકરણ, ગણધરવાદ જેવી સ્વતંત્રકૃતિઓ આપી છે. પાર્જચંદ્રકૃત મહાવીર સ્તોત્ર પર વૃત્તિ, ભદ્રબાહુ સ્વામીકૃત “કલ્પસૂત્ર' પર ટીકા કરી છે. તેમ જ હરિબલ રાસ, અંબડરાસ, સુભદ્ર મહાસતી રાસ પણ આપ્યા છે. તેમણે ગુરુમહિમા અને શિક્ષણ લક્ષણ જેવી ચોપાઈ આપી છે. આ સિવાય તેમના સ્તવનો, સઝાય, સવૈયા, બાલાવબોધ પણ મળી આવે છે.
આમ ભાવરત્ન મુનિ – ભાવપ્રભસૂરિએ સંસ્કૃત-ગુજરાતી હિંદીમાં નાની-મોટી લગભગ ૬૭ રચનાઓ મળે છે જે તેમની વિદ્વત્તા અને સર્જકપ્રતિભા દર્શાવે છે.
હરિબલ રાસ'નો કથાવિષય જીવદયાના નાનકડા નિયમ સંબંધી હરિબલ માછીનું કથાનક છે. સમાજના નીચલા સ્તરના આ કથાનકને લીધે આ કથાનક જુદું તરી આવે છે. - વર્ધમાન દેશના અંતર્ગત કે પડિક્કમણાવૃત્તિ અંતર્ગત તથા વંદિતસૂત્ર બાલાવબોધ, અંતર્ગત આ કથાનક જૈનધર્મના આચારના ચરિત્રના) બે પ્રકારો યતિધર્મ અને શ્રાવકધર્મમાંથી બીજા પ્રકાર વિશેના નિરૂપણમાં મળે છે. ધર્મપાલન ઇચ્છુક શ્રાવકે સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રત, ચાર ગુણવ્રત અને ત્રણ શિક્ષાવ્રત લઈ આદરવા જોઈએ. તેમાં પ્રથમ અણુવ્રત જીવદયા વિશે છે એના નિરૂપણમાં જીવદયાના નાનકડા નિયમનું ફળ કેટલું મહત્તમ મળે.
હરબલ માછીરાસ +225