________________
સ્થૂલિભદ્ર નવરસો
(ઉદયરત્નજીકૃત) ડૉ. કાન્તિભાઈ બી. શાહ
જેને આપણે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે સાહિત્ય ૧૨મી શતકથી ૧૯મી શતકના પૂર્વાર્ધ સુધીના સમયપર પથરાયેલું છે. હસ્તલિખિત કે કંઠસ્થ સ્વરૂપ, બહુધા પદ્યનું માધ્યમ, મુખ્યતા ધાર્મિક-સાંપ્રદાયિક સંદર્ભ છતાં અન્ય જીવનરસો પ્રત્યે પણ એની જળવાયેલી અભિજ્ઞતા, વિશિષ્ટ ભાષાભિવ્યક્તિ અને રચનારીતિ આ બધી લાક્ષણિકતાઓ ધરાવતું આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણી ભારતીય સંસ્કૃતિનો એક અતિ મૂલ્યવાન વારસો છે.
મધ્યકાળના આ ગુજરાતી સાહિત્યસર્જકોમાં લગભગ પોણા ભાગના સર્જકો તો જૈન સાધુકવિનો છે. એ ગાળામાં જે દીર્ઘ-લઘુ પદ્યાત્મક સ્વરૂપો ખેડાયાં અને વિકસ્યાં છે તેમાં મુખ્યત્વે રાસા અને ફાગુ એ જેન કવિઓને હાથે વિકસેલા સાહિત્યસ્વરૂપો છે. આ ઉપરાંત બારમાસા, પૂજા, વિવાહલો, વેલી, સ્તવન, સઝાય, ચૈત્યવંદન, ઘોર, હરિયાળી, ગફૂલી જેવાં કાવ્યસ્વરૂપોનું પણ વિપુલ સાહિત્ય સર્જન આ જૈન કવિઓને હાથે થયું છે પણ એ સૌમાં સૌથી મોટા ભાગની જગા તો રાસાસાહિત્ય સ્વરૂપ દીર્ઘ કથનાત્મક પદ્યસાહિત્ય રોકીને બેઠું છે. જેનોના આગમ-આગમેતર ગ્રંથોનો કથાનુયોગ એ એનો મુખ્ય આધારસ્ત્રોત છે. | તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ, સાધુ મહાત્માઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ, સતીનારીઓના ધર્મગ્રંથોમાં જે ચરિત્રકથાનકો નિરૂપિત થયાં છે તેનો આધાર લઈને પછી પ્રાકૃત-અપભ્રંશ-જૂની ગુજરાતીમાં પ્રચુરમાત્રામાં કથનાત્મક સાહિત્ય સર્જાયું છે.
જૈન સમુદાયમાં જેમ બાવીસમા તીર્થંકર નેમિનાથ અને રાજુલનું કથાનક વધુ ધ્યાનાકર્ષક બન્યું છે એ રીતે સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક પણ વિશેષ લોકપ્રિય બન્યું છે. મધ્યકાળના નાનાં-મોટાં પદ્યસ્વરૂપો ધરાવતી અસંખ્ય કૃતિઓમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક આલેખિત થયું છે જેમ કે સ્થૂલિભદ્ર રાસ, યૂકવિત, સ્થૂછંદ, સ્કૂચોપાઈ, યૂઅવયુરિ, ધૂફાગુ, ઘૂ
214 જૈન રાસ વિમર્શ