________________
જંબુદ્વીપ, મહાવિદેહક્ષેત્ર, સિદ્ધાચલ, સમેતશિખર, આબુ, વૈભાગિરિ વગેરે તીર્થોનું તેમ જ તેના મહત્ત્વનું વર્ણન ક૨વામાં આવ્યું છે તે થોડા શબ્દોમાં પણ સંપૂર્ણ શબ્દચિત્ર આલેખે છે. સંસારમાં રહેતા વ્યક્તિઓના આત્મકલ્યાણને માટે ધર્મ, ધર્મનું સ્વરૂપ, સમકિત, સમકિત સ્વરૂપ, સ્વમતપરમત દર્શન, પાંચ મહાવ્રત, પાંચ ઈંદ્રિયોનો સંયમ અને મોક્ષમાર્ગના ચૌદ સોપાનનું ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
આમ વિદ્વાન કર્તાએ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને ગેય પદો દ્વારા સરળ બનાવીને સુંદર રજૂઆત કરી છે. સામાન્ય માનવ પણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે છે. આથી કવિએ જે ઉદ્દેશ માટે રચના કરી છે તે સંપૂર્ણ રીતે ફળીભૂત થતી જોઈ શકાય છે.
ચંદરાજાનો ાસ * 213