________________
સમૂહરૂપ આ આત્માને સ્નાન કરાવે છે. કાયારૂપી રથને રત્નત્રયીના યોગરૂપે સુપંથે ચલાવે છે. જૈનધર્મના વિવેકરૂપી પર્વતમાંથી અનુભવરૂપી રસકુંપિકા પ્રાપ્ત કરીને સૌભાગ્યવંતા સંતોષના મંદિરમાં રહેલા ક્ષાયિક ભાવને તે સોંપી દીધી છે. પાંચ મેર સમાન પાંચ મહાવ્રતને અતુલબળી થઈને ઉપાડે છે. પાંચે ઈંદ્રિયોરૂપ મૃગને સિંહની જેમ કબજે કરી સંવરરૂપ વાડામાં રૂંધે છે. પરિષહોને સમભાવે સહન કરે છે અને તેના વડે જ આત્મગુણની પુષ્ટિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ માને છે. જેમ અગ્નિતાપાદિક સહન કરવાથી સુવર્ણ ખરા કંચનપણાને કે આભૂષણપણાને પામે છે. ૨-૭ ઉપસંહાર:
તપગચ્છના નાયક શ્રી વિજયસેનસૂરિ થયા જે અકબર પ્રતિબોધક હતા. તેમના શિષ્ય કીર્તિવિજય, તેમના માનવિજય, તેમના રૂપવિજયજીના શિષ્ય પંડિત મોહનવિજયજીએ આ રાસ સં. ૧૭૮૩ના પોષ વદ પાંચમના દિવસે, શનિવારે રાજનગર (અમદાવાદ)માં આ પૂર્ણ કર્યો છે.
રાસના પ્રકારની રચનાઓના મુખ્ય પાંચ વર્ગ પાડી શકાય છે. ધાર્મિક કથાત્મક, ચરિતકથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ. આમાં શ્રી ચંદરાજાનો રાસ ઐતિહાસિક ચરિતકથાત્મક વર્ગમાં આવી શકે. જુદાજુદા સુંદર ગાઈ શકાય તેવી ઢાળોમાં ચાર ઉલ્લાસમાં આ રાસની રચના કરવામાં આવી છે. તત્કાલીન ઐતિહાસિક, ધાર્મિક તેમ જ ભૌગોલિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ આ રાસમાં સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે.
રાસનું મુખ્ય પ્રયોજન છે જૈનધર્મનો ઉપદેશ અને તેમાંયે શિયળ ધર્મનું પાલન. આ મુખ્ય બાબતને ખૂબ સરળ રીતે છતાં ઉપમા અને રૂપક જેવા આભૂષણોથી મઢીને લોકભોગ્ય બનાવવામાં આવી છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો જેવા કે સરળતા, માયા-કપટથી વિરમવું. કર્મનું સ્વરૂપ, કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી પછી ચાહે તે ગમે તેવો રાજા પણ કેમ ન હોય? વગર વિચાર્યું કાર્ય કરવાથી આવતી મુશ્કેલીઓ જેવી બાબતોને ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે. આ ઉપરાંત ઐતિહાસિક, ધાર્મિક, ભૌગોલિક બાબતો સંબંધી જે જે વાતો રચનામાં વણી લેવાઈ છે તે કર્તાનું વિશાળ જ્ઞાન, વિદ્વત્તા તથા જાણપણાની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત દાનધર્મનો મહિમા પણ ખૂબ રૂડી રીતે વર્ણવવામાં આવ્યો છે.
212 * જૈન રાસ વિમર્શ