________________
કહે છે. ખગોળ-ભૂગોળના જાણનારા તે સંબંધી બાબતો પ્રકાશિત કરે છે. ગ્રહના અને નક્ષત્રાદિના ચારને જાણનારા અનેક પ્રકારની ભવિષ્યની વાતને પ્રકટ કરે છે. પીંગળપાઠી અનેક પ્રકારના રૂપક, ગીત, છંદ, પદ, દુહા વગેરે કહી ચંદરાજાને પ્રસન્ન કરે છે. ચંદરાજા એ સર્વને યથોચિત દાન આપી દાનેશ્વરી ગુણને પ્રદર્શિત કરે છે.
આ રીતે ખૂબ સુંદર વર્ણન કરે છે જેમાં કર્તાની વિદ્વત્તા છાની રહેતી નથી. સરળ ભાષા, ઓછા શબ્દો છતાં સંપૂર્ણ રજૂઆતની રસાળ શૈલી વાચકોને જકડી રાખે છે એટલું જ નહિ રસભંગ થવા દેતી નથી. વળી આ બધાથી સામાન્ય જન અજાણ હોય તેને જ્ઞાન વધે છે, એટલું જ નહિ વધુ જાણવા માટે જિજ્ઞાસા પ્રકટ થાય છે. કર્તાના વિશાળ જ્ઞાનને પ્રદર્શિત કરતાં માત્ર એક જ ઢાળ નથી આવા તો કેટલાય ઉદાહરણ આપણને ઠેકઠેકાણે જોવા મળે છે.
વૃદ્ધાવસ્થાનું વર્ણન કરતાં, તેની મહિમા ગાતા, તેની અનિવાર્યતાને બતાવનાર રાસકાર તે માનવને કઈ રીતે મદદરૂપ થાય છે તે બતાવતા કહે
બાહ્ય પ્રકાશ જરા કરે, ભીતર ન કરતું કેમ; સ.રાજ્ય નરકદાયક સદા, ત્યાં કિમ મુક્યો એમ. સ. ૧૨ રે આતમ કરશે તુને, પરમાતમ ગુણ અંશ; સં. ગુણ એ જેય જરા તણા, કાગભણી કરે હંસ. સ.૧૩ કારિકા નિત્ય તણી જરા, આણા એહની અખંડ, સં.દત સખા રસના તણા, તસ દે પાતન દંડ સ.૧૪
અર્થાત્ આ જરા બાહ્યા પ્રકાશ (ઉજ્વળતા) કરે છે તો તું અંતરમાં પ્રકાશ કેમ કરતો નથી? રાજ્ય અંતે નરકને આપવાવાળું છે. એમાં સંદેહ નથી તો મૂંઝવણ શાની? પ્રકાશ કેમ કરતો નથી? જરાનો ઉપકાર માન કે પરમાત્માના ગુણનો અંશ પ્રકટ કરવામાં સહાયક બને છે. તે કાગડાને હંસ બનાવે છે. એની આજ્ઞા અખંડ પ્રવર્તે છે. જે આજ્ઞાને વશ થતાં નથી અને રસનેન્દ્રિયને વશ થઈ સંસારમાં જ પડ્યા રહે છે તેને એ સખત શિક્ષા કરે છે. એટલે કે રસનાના મિત્ર દાંતોને દંડ વડે પાડી નાખે છે.
આ ઉપરાંત સિદ્ધાચલનું વર્ણન કરતી વેળાએ તેના ૧૦ જીર્ણોદ્ધાર કોના વડે થયા તે ખૂબ સુંદર રીતે દર્શાવી જૈન દર્શનનું, ઈતિહાસનું પોતાનું અપ્રતિમ જ્ઞાન પ્રગટ કરે છે. પ્રથમ ઉલ્લાસ, ઢાળ-૨૦)
210 * જૈન રાસ વિમર્શ