________________
ખગોળ ભૂગોળને રે, હૃદય સિદ્ધાંતે પુર પં.૧૨ નૃપદરબારે એવા જ્યોતિષી રે, જાણે નક્ષત્ર પ્રહાચાર, રંજ્યો તેહને ચંદન રેશરૂ રે, આપે ગરથ ભંડાર પં.૧૩ રૂપક છંદગીત તુક દૂકડા રે, કહે ઈમ વિવિધ બનાય; પિંગળપાઠી પામે ચંદનો રે, પગ પગ લાખ પસાય .૧૪
અર્થાતુ ચંદરાજાની સભામાં પાંચસો પંડિત કાયમ આવનારા છે, તેઓ બુદ્ધિ વડે સુરગુરુ જેવા છે, છ શાસ્ત્રને જાણે છે અને રાજા તેમના ગુણોથી રંજિત થયા કરે છે. તેઓ પરસ્પર કુશળતા પુરવાર કરવા માટે વાદવિવાદ કર્યા કરે છે. ઉપરાંત બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, જૈન, વૈશેષિક અને ચાર્વાક એ છ દર્શનનાં પંડિતો સભામાં આવે છે. તેઓ યુક્તિ પ્રયુક્તિ વડે પોતાના દર્શનને શ્રેષ્ઠ પુરવાર કરવા પ્રયત્ન કરે છે.
ચાર્વાક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને જગત બધું શૂન્ય કહે છે. સૌગત (બૌદ્ધ) સર્વ વસ્તુને ક્ષણિક માને છે. વૈશેષિક – શબ્દ પ્રમાણને જ પ્રમાણે કરે છે. સાંખ્ય – શબ્દ અને અનુમાન એ બે પ્રમાણ માને છે.
નૈયાયિક – પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન એ ચાર પ્રમાણ માને છે.
જેન – પ્રત્યક્ષને અનુમાન પરોક્ષ) બે પ્રમાણ માને છે.
કોઈ જગતને ઈશ્વરે બનાવ્યું છે તેમ માને છે, કોઈ બધું જ્ઞાનમય છે તેમ કહે છે તો કોઈ કહે છે બધું સ્વભાવથી થયેલું છે. કોઈ કહે છે આ જગત શશશૃંગ અથવા વંધ્યાપુત્ર વગેરેની જેમ ખોટું છે. ભ્રમરૂપ છે, આ પ્રમાણે અંધગજના ન્યાયે જેમ ફાવે તેમ કહ્યા કરે છે. વ્યાકરણીઓ શબ્દની વ્યુત્પતિઓ અનેક પ્રકારની કરીને સભાને રંજિત કરે છે. ૧-૭
- વેદિયાઓ વેદોચ્ચાર કરે છે. સાહિત્યશાસ્ત્રીઓ સાહિત્યની અપૂર્વ રચનાઓ બતાવી રાજાને પ્રસન્ન કરે છે. અલંકારશાસ્ત્રીઓ નવાંનવાં કાવ્યો બનાવી ચમત્કાર ઉપજાવે છે અને અનેક પ્રકારે સમસ્યાઓ પુરે છે. પૌરાણિકો રામાયણાદિકના પ્રબંધો સંભળાવે છે. વૈદકશાસ્ત્રના નિપુણ વૈદ્યો જળ, અન્ન, દૂધ, વૃક્ષ, ફળ, પત્ર, પુષ્પાદિકના ગુણોનું વર્ણન કરે છે, અને આદાન-નિદાનચિકિત્સા વગેરેમાં પોતે નિપુણ છે એમ બતાવી આપે છે. પંચાંગ પ્રવીણ
જ્યોતિષીઓ ને ગણિતશાસ્ત્રીઓ ઘનમૂળ, વર્ગમૂળ આદિ ગણિતને પ્રકાશે છે, તેમ જ રવિ વગેરે ગ્રહોની વર્તના કહી આપે છે, ગ્રહણ વગેરેના વર્તારા
ચંદરાજાનો રસ + 209