________________
ચંદરાજાના શત્રુ રાજાઓને નગરમાં, ઘરમાં કે વનમાં કોઈ જગ્યાએ શાંતિ વળતી નથી તેથી તેઓને દુઃખથી પાર પમાય તેવી ગ્રીષ્મ ઋતુનું ભાન કરાવે છે. તેઓ ચંદરાજા પાસે આવી તેના પર છત્ર ધરી અંગરક્ષક થઈને રહે છે ત્યારે જ તેમને શાંતિ પ્રાપ્ત થાય છે. ૭-૮
આ પ્રમાણે ત્યાં સમકાળે છએ ઋતુનો નિવાસ દષ્ટિએ પડે છે. ઢાળ ૧૧મી (કર્મ પરીક્ષા કરણ કુંવર ચલ્યો – એ દેશી)
અગિયારમી ઢાળના દુહાઓમાં છ ઋતુને રાજદરબારમાં સમકાળે પ્રવર્તતી જણાવ્યા બાદ અગિયારમી ઢાળમાં ખૂબ સુંદર રીતે રાજસભાનું વર્ણન કરી, તેમાં કેવી કેવી વિદ્વાન વ્યક્તિઓ હાજર રહેતી હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે રાસકારે ષદર્શનનું ટૂંકમાં પરંતુ સુંદર રીતે વર્ણન કર્યું છે. પર્દર્શનની સુંદર વ્યાખ્યા ટૂંકમાં, સરળ રીતે, સમજાય તેમ રજૂ કરી છે.
ઢાળ : પંડિત પાંચસે પૂજિત પર્ષદા રે, સવિ સુરગુરુ પ્રતિરૂપ; અદ્ભુતવેત્તા ષટશાસ્ત્રના રે, ગુણથી રંજિત ભૂ. ૫.૧ સૌગત સાંખ્ય જૈન નૈયાયિકા રે, વૈશેષિક ચાર્વાક; નિજ નિજ યુક્તિ કરે ષદના રે, એક એકથી આર્વાક. ૫. ૨ શૂન્યપણે ચાકમતિ કહે રે, માને પ્રત્યક્ષ પ્રમાણ; વસ્તુ સકળ છે ક્ષણિક અનુમાનથી રે, એ સૌગતમતિ જણ. પં.૩ શબ્દપ્રમાણ પ્રમાણે વૈશેષિકા રે, સાંખ્ય શબ્દસનુમાન; પ્રકટાનુમાન શબ્દ ઉપમાનને રે, એ નૈયાયિક સાન ૫.૪ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને રે, ભાખે જેન અનૂપ; કોઈ કહે એ કર્તાએ કર્યો રે, સુંદર જગત સરૂપ પંપ જગત એ જ્ઞાનમયિ કોઈક કહે રે, સ્વભાવન જાનિત કહે કોય; કોઈ કહે જગ શશકશૃંગોપમાં રે, વંધ્યાસુત સમ હોય પં.૬ ઘટ પર ઘટા ઈમ સહુકો ઘટે રે, અંધ ગયંદને ન્યાય; વ્યુત્પત્તિ શબ્દ તણી કરે શાબ્દિકા રે, ઉદર ભરણ ઉપાય ૫.૭ વેદોચ્ચાર કરે બહુ વેદિયા રે, કરતા કર આસ્ફાલ; સાહિત્ય પાઠ સાહિત્ય ઉચ્ચરે રે, પ્રશ્ન કરે ભૂપાલ પં.૮ કાવ્ય કરે વેત્તા અલંકારના રે, પુરે સમશયા સંઘ; વાંચે પુરાણ પૌરાણિક પરવડા રે, રામાયણ સંબંધ પં.૯ જળ અન્ન પય તરૂ ફળ દળ ફૂલના રે, ગુણ કહે જેઈ શાસ્ત્ર; નિપુણ આદાન નિદાન ચિકિત્સા વિષે રે, વૈદ્ય ઈસા બુદ્ધિપાત્ર ૫.૧૦ ઘનમૂળ વર્ગમૂળાદિક ગણિતનો રે, અતિ પરિચય છે જસ; જણે સમ છેદાદિક માનને રે, કરે પંચાંગ પ્રકાશ પં.૧૧ સાધે રવાધિક ગ્રહ ગગને થકા રે, વરને ગ્રહણ શશિ સૂર; જાણે
208 * જૈન રાસ વિમર્શ