________________
રચનાઓ :
કુડકંધા લહુકના, ઊલટ કટોરા ચક્ષ; ગતિ અધિકી મન પવનથી, જંગમ તક્ષ વિપક્ષ ૨ વીજ ઝબુકા જિમ અલખ, દ્રઢ વપુ નાલિય પ્રચંડ; ખુરાઘાત પડતાળથી, કરે ગિરિ ખંડોખંડ, ૩ તેજી સુરકી હંસલા, કંબોજ એરાક; પાણીપંથા કાબલી, જાતિ અનેક ઉછાક ૪
અર્થાત્ તે ઘોડાઓના કાંધ કૂકડાઓના જેવા હતા. તેઓની આંખો વિશાળ અને તીક્ષ્ણ હતી. તેઓની ગતિ મન અને પવનથી પણ અધિક હતી, અને તેઓ જાણે પાંખો વિનાના ચાલતા ગરુડ હોય તેવા લાગતા હતા. વીજળીના ઝબકારાની જેમ ક્ષણમાં અલક્ષ્ય થઈ જાય તેવા હતા. તેમનાં શરીર દઢ હતાં. અને નાળો પ્રચંડ હતી, તેઓ પોતાની ખરીઓના આઘાતથી પર્વતના ખંડેખંડ કરે તેવા હતા. વળી તેઓમાં તેજી, તરકી, હંસલા, કંબોજ, એરાક, પાણીપથા, કાબલી એવી અનેક જાતિઓ હતી. ઘોડાઓ વિષેની આટલી ઊંડી જાણકારી સામાન્ય માણસોમાં પણ નથી જોવા મળતી. ઘોડાઓ વિષેની બધી જ હકીકત તેમણે માત્ર ત્રણ ગાથાઓમાં સંપૂર્ણ રીતે આપી દીધી છે.
ઢાળ ૧૧મીના દુહાઓમાં રાસકાર ચંદરાજાના દરબારનું વર્ણન કરે છે. દરબારમાં સમકાળે છએ ઋતુ. વર્તી રહી છે તેની ઘટના કરી છે. તે ખૂબ સુંદર ઉપમાઓ આપી કરી છે. તેમાં રચયિતાનું જ્ઞાન, જે કહેવું છે તે ઓછા શબ્દોમાં બખૂબીથી કહે છે જે તેમની વિદ્વત્તા છતી કરે છે.
લઘુવયથી રતિપતિ સમો, રાજે ચંદ નરિંદ તખતે શોભે અતિ વખત, ઉદયાચળે દિણંદ. ૧ મદજળતનુ કાળીઘટા, દતદામિની રંગ; પાઉસપરે દરબારમાં, ઉદ્ધત અતિ માતંગ. ૨ નાસા કેસર પિચરકી, ફણ અબીર લસંત; હોય ધમાલ ગુલાલ ગતિ, ખેલે તુરગ વસંત. ૩
206 * જૈન રાસ વિમર્શ