________________
એકસાથે દેહમાંથી નીકળે છે. અને જે સમયે નીકળે છે તે સમયે જ સાત રાજા ઊર્ધ્વગમન કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરે છે. અક્ષય સ્થિતિ છે. ત્યાંથી સંસારમાં પાછા આવવાપણું નથી. કારણ કર્મનો સર્વથા ક્ષય થયેલો હોય છે. આવી સર્વોત્તમ દશા ચંદરાજાને પ્રાપ્ત કરે છે. ચતુર્થ ઉલ્લાસ સંપૂર્ણ. રસ વિષે કેટલીક માહિતી :
પ્રસ્તુત રાસનો અભ્યાસ કર્યા બાદ કેટલીક જૈનદર્શનને તાદશ કરતી બાબતોનો ખ્યાલ આવે છે જે નીચે પ્રમાણે છે.
કર્મને કોઈની શરમ નડતી નથી. રાય હોય કે રંક તેની પાસે સહુ સરખો છે.
કર્મના વિપાક અત્યંત કડવા જાણી કર્મ બાંધતા જ વિચાર કરવો. અશુભ કર્મથી પાછા ઓસરવું. કરેલા કર્મ સર્વને ભોગવવા જ પડે છે. દેવો પણ તેમાં સહાયરૂપ નથી બની શકતા.
દીર્ઘદૃષ્ટિથી દરેક બાબતનો વિચાર કરી, પરિણામનો વિચાર કરી પછી જ કાર્ય કરવા માટે તત્પર બનવું. આમ ન કરવાથી ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે.
કરેલાં પાપ કોઈ કાળે પ્રગટ થયા વિના રહેતાં નથી. યોગ્ય સમયે કાળ પૂરો થતાં તે બહાર આવે જ છે. તેની યોગ્ય શિક્ષા ભોગવવી જ પડે છે. હંમેશાં કોઈ પણ જાતના છળ, પ્રપંચ, ઠગાઈ કે વિશ્વાસઘાત કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો અને તેનાં કડવાં ફળ નેત્રની સમક્ષ ખડાં કરી દેવાં જેથી મન પાપ કરતાં પાછું વળે.
નારી, વારિ, તલવાર, નેત્ર, અશ્વ અને નરેશ જેમ વાળીએ તેમ વળે છે.
મુખ્ય વિષય શિયળ ગુણની પ્રધાનતા, પુણ્યનું પ્રાબલ્ય અને કિસ્મતની કરામત કેવી હોય છે તે સૂચવવાનો છે પણ સાથે બીજા પુષ્કળ વિષયો દષ્ટિગોચર થાય છે.
ચંદરાજા અનેક વિપત્તિઓ વચ્ચે પણ શિયળપાલનની ટેકમાં અડગ રહે છે. એ વિષય વાંચી વર્તમાને તો દરેકે ખાસ આચરણમાં મૂકવા જેવો છે. કારણ વર્તમાન સમયે બ્રહ્મચર્યનું મહત્ત્વ દિવસેદિવસે ઘટતું જાય છે. જેને કારણે માણસ નિવીર્ય, નાહિંમત અને નાલાયક બનતો જાય છે.
શત્રુંજય મહાતીર્થ એટલે કે સિદ્ધાચલનું ભાવસેવન અને દ્રવ્યસેવન
204 * જૈન ચસ વિમર્શ