________________
વિસ્તારથી સમજાવે છે અને ચારિત્ર લેવાની રજા માગે છે સાથે તાકીદ પણ કરે છે કે, “તમે રજા નહિ આપો તોપણ મારે ચારિત્રમાર્ગ ગ્રહણ કરવો જ છે.” બંને રાણીઓ રાજાને સમજાવી સંસારમાં રોકવા પ્રયત્ન કરે છે પરંતુ રાજા નિશ્ચયમાં અડગ રહેતાં તેમને તો રજા આપે છે પણ સાથે સાથે પોતે પણ સંયમમાર્ગ અંગીકાર કરવાને તૈયાર થાય છે.
ઉત્તમ મનુષ્યનો પરિવાર પણ ઉત્તમ જ હોય છે. અનુત્તમ પણ ઉત્તમના સંગમાં આવવાથી ઉત્તમ થઈ જાય છે. એ રીતે ચંદરાજાની બધી પત્નીઓ, મંત્રી, નટ, શિવકુંવર, શિવમાળા વગેરે પણ ચારિત્રમાર્ગે આગળ વધવા તત્પર બને છે. ચંદરાના બંને પુત્રોને રાજ્ય સરખે ભાગે વહેંચી આપે છે. પુત્રો ધામ-ધૂમથી માતા પિતાનો દીક્ષોત્સવ ઊજવે છે. ચંદરાજા સ્થવિર પાસે પ્રથમ ક્રિયા-કલાપ પછી જ્ઞાનાભ્યાસ શીખે છે. માત્ર ચારિત્ર ગ્રહણ કરવાથી કાર્ય સરતું નથી, કારણ દ્રવ્યચારિત્રથી મોક્ષ ન મળે અને ભવમાં ભટક્યા કરે છે. ભાવચરિત્ર આવે તો સંયમમાર્ગ સાર્થક થાય છે. ભાવચરિત્ર ઉત્કૃષ્ટ આઠ વાર જ પ્રાપ્ત થાય. આઠમી વખત અવશ્ય મોક્ષે જાય જ. સિંહ પેઠે સંયમ લઈ સિંહ પેઠે જ પાળવો તેમાં જ મહત્તા છે. ચંદરાજા પણ એવી જ રીતે સંયમપાલન કરે છે.
ચંદરાજા મોહશત્રુને જીતવા પ્રબળ પુરુષાર્થ આદરે છે. છછું સાતમે ગુણસ્થાનકે વર્તતા મુનિરાજ ત્યાંથી અપૂર્વકરણ (૮મું ગુણસ્થાનકો આવી અપૂર્વ વીર્ય ફોરવી પ્રથમ મોહનીય સાત પ્રકૃતિઓનો વિનાશ કર્યો હતો તેમ અહીં મોહનીય કર્મની ચારિત્રને આવનારી ૨૧ પ્રકૃતિઓનો વિનાશ કરવા કટિબદ્ધ બને છે. આઠમાંથી નવમે-દસમે ગુણઠાણે જઈ અગિયારમે ગુણઠાણે ન જતાં બારમે જાય છે. ઉપશમ શ્રેણીવાળો જ અગિયારમે ગુણઠાણે જઈ પડિવાઈ થાય છે. ક્ષપક શ્રેણીવાળા દસમેથી સીધા બારમે જ આવે. ચારિત્રવરણીય સર્વ પ્રકૃતિઓનો વિનાશ કરી બાકીના ત્રણ ઘનઘાતી કર્મનો પણ આત્યંતિક અભાવ કરે છે. જ્યારે ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે તેને અનંતર સમયે જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેરમું યોગીકેવળી ગુણઠાણું પ્રાપ્ત કરે છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા સેવી આ ગુણઠાણે આવે છે. અહીં ધ્યાનનો અભાવ છે. ધ્યાનાંતર દશા વર્તે છે. તે બે પાયા વડે યોગ નિરોધ કરી, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરી દેહના ત્રીજા ભાગને સંકોચી એટલે કે આત્મપ્રદેશોનો દેહના ૨/૩ ભાગમાં દાન કરી
ચંદરાજાનો ચસ * 203