________________
આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યાંથી આગળ વધી ધીમેધીમે પોતાની નગરી આભાપુરીમાં પહોંચે છે. પ્રજાવત્સલ હોવાને કારણે પ્રજાજનો તેમને ખૂબ ચાહતા હતા અને રંગેચંગે તેમનું સ્વાગત કરી નગપ્રવેશ કરાવે છે.
૭૦૦ રાણીઓના સ્વામી બન્યા બાદ ચંદરાજા ગુણાવળીને પટરાણી પદે સ્થાપે છે. પ્રેમલાને પણ ઉપકારી તરીકે ગણાવળી પછીનું સ્થાન આપે છે. બંને રાણી સહિત બધાની સાથે રહેતા રહેતા અનુક્રમે બે પુત્રોના પિતા બને છે. આમ સાંસારિક અપેક્ષાએ રાજયસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ અને શારીરિક સુખ મેળવી સંપૂર્ણપણે સંસારમાં સુખી બને છે. થોડાં વર્ષો બાદ આભાપુરીના કુસુમાકર ઉદ્યાનમાં મુનિસુવ્રતસ્વામી ભગવાન પધાર્યા. રાજા ખૂબ રોમાંચિત થયા. ચતુરંગી સેના સાથે દર્શનાર્થે પધાર્યા. ત્યાં ભગવાનની દેશના સાંભળી. . તીર્થંકર પ્રભુએ દેશનામાં કર્મનું સ્વરૂપ બતાવતા જીવની જુદીજુદી
અવસ્થાનું વર્ણન કર્યું. જીવન સૂક્ષ્મ નિગોદમાં કેવી રીતે હોય છે. ત્યાંથી નીકળીને ક્રમેક્રમે આગળ વધતો બાદરપણે, ત્યાર બાદ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ અને મનુષ્યપણે પંચેન્દ્રિયમાં કેવી રીતે આવે છે. ત્યાર બાદ પુરુષાર્થથી સમકિત, સર્વવિરતપણું, દેશવિરતીપણું કઈ રીતે પામે છે અને કઈ રીતે અવર્ણનીય સુખના સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે તે સમગ્ર ઘટનાક્રમ વર્ણવી માનવી પોતાના આત્માના કલ્યાણ અને ઉન્નત દશા માટે કઈ રીતે પ્રયત્નશીલ બની શકે તે વિસ્તારથી સમજાવ્યું.
ભગવાનની વાણી સાંભળી ચંદરાજાનું રોમરોમ ઉલ્લસિત થયું. તેમના હૃદયમાં વૈરાગ્યનો અપૂર્વ રસ જામ્યો. તેમણે ભગવંતને પોતાને પ્રાપ્ત થયેલ સુખ-દુઃખાદિકના નિમિત્ત કારણો જાણવાની તીવ્ર ઇચ્છા પ્રભુને બતાવી. ગુણાવળી, વીરમતી, પ્રેમલા, કનકધ્વજ રાજા, કપિલા ધાવ વગેરેનો પૂર્વભવ પૂક્યો. ભગવાને તેના ઉત્તરમાં ખૂબ સુંદર રીતે બધાના પૂર્વભવના વૃત્તાંત તેમનાં કર્મફળ સહિત સમજાવ્યા અને સંબંધો સ્પષ્ટ કરી બતાવ્યા. સંબંધોની સાંકળ બરાબર જોડવાથી શ્રોતાઓ તો ધર્મના રંગે રંગાયા પરંતુ ચંદરાજા તો સંપૂર્ણપણે વૈરાગ્યવાસિત થઈ ગયા. પ્રભુ પાસે સંયમમાર્ગ અંગીકાર કરાવવા વિનંતી કરી છે. ભગવાન પણ શુભકાર્યમાં વિલંબ ન કરવાનું કહે છે. પોતે તો આ સંસારનું સ્વરૂપ સારી રીતે જાણી ગયા છે પરંતુ પોતાની બંને મુખ્ય પત્નીઓને વૈરાગ્યવાસિત કરવા માટે તેમને સંસારનું સ્વરૂપ
202 * જૈન રાસ વિમર્શ