________________
આવતાં તે ક્રોધથી રાતી પીળી થઈ ગઈ. વાતમાં સત્ય છે કે કેમ તે જાણવા તેણે ગુણાવળીને બોલાવી. પરંતુ એક વાર સાસુથી છેતરાયા બાદ તે સમજી ગઈ હતી કે સાસુને સત્ય બતાવવામાં સાર નથી. વીરમતીએ બીક બતાવી છતાં ગુણાવળીએ સત્ય છતું ન કર્યું. ઊલટાનું સાસુને ખરાબ ન લાગે તે રીતે સલાહ પણ આપી કે દરેક માણસ, દરેક વખત, દરેક બાબતમાં ફાવે જ એવું નથી માટે જે કરો તે વિચારીને કરજો. વીરમતી વાતની પાકી ખાતરી કરવા જે દેવો પોતાને આધીન હતા તેમને બોલાવે છે. દેવો હાજર તો થયા પરંતુ વીરમતીને કહ્યું પણ ખરું કે ચંદરાજાનું અપ્રિય કરવાનું તેમની સત્તા બહાર છે, તેમના રખેવાળ દેવો અમારા કરતાં વધારે બળવાન છે. હવે વીરમતી કોઈપણ ઉપાયે ચંદરાજાને મારવા પ્રયત્ન કરે છે. મંત્રીને બોલાવી ચંદ પર હુમલો કરવા કહે છે. મંત્રી સમયનો જાણનાર હોવાથી હા માં હા મિલાવે છે. પણ પોતે તો હૃદયથી ચંદનો જ માણસ છે. પરંતુ એમાં વાર લાગશે એમ વિચારી પોતે ખુલ્લી તલવાર લઈ આકાશમાર્ગે વિમલાપુરી જઈ એકદમ જ ચંદરાજા પર હુમલો કરે છે. ચંદરાજાએ બખ્તર પહેરેલું હોવાથી તે તલવાર અથડાઈને પાછી ફરે છે! વિનાશકાળે વિપરીત બુદ્ધિ અનુસાર ભવિતવ્યતા હોય તે પ્રમાણે જ બુદ્ધિ દોરે છે અને સહાયકો તેવા જ મળે છે. દેવો તેને આધીન હોવાથી બોલાવતા આવ્યા તો ખરા પરંતુ પુણ્ય પરવારી ગયું હોવાથી વીરમતીની રક્ષા કરવા તત્પર ન બન્યા. તલવાર જોરથી અથડાઈને વીરમતીને વાગે છે જેના પ્રહારથી તે બેશુદ્ધ બની જાય છે. આટલાં વર્ષો સુધી પોતાને હેરાન કરનાર માતા પર ક્રોધ આવવાથી ચંદરાજા તેનો ચોટલો પકડી, ગોળ ફેરવી અને દૂર ફેંકે છે આથી વીરમતી મૃત્યુ પામે છે. તેને આધીન રહેલા દેવો પણ ચંદરાજાનો જયઘોષ કરે છે. સસરા પણ ખુશ થઈ તેમને અડધું રાજ્ય આપે છે. આ બાબત એ વાતની સાક્ષી પૂરે છે કે સંસારમાં પુણ્ય અને પાપનાં ફળો પ્રત્યક્ષ હોવાથી પુણ્ય પાપ પ્રત્યક્ષ જ છે છતાં મૂઢ આત્મા તેને જોઈ શકતાં નથી અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્તિ અને પાપ કાર્યથી નિવૃત્તિ કરી શકતાં નથી. અંતે સત્યનો જ જાય થાય છે એ વાત સાચી ઠરે છે.
ચંદરાજાએ વીરમતીને પરલોક પહોંચાડી એ વાત એક દેવે આકાશમાર્ગે આભાપુરી આવી ગુણાવળીને કરી. ગુણાવળી ખૂબ આનંદિત થઈ. તેણે મંત્રીને બોલાવી વાત કરી. મંત્રીએ રાજ્યમાં પડહ વગડાવી જાહેરાત
200 * જૈન રાસ વિમર્શ