________________
ઉપર ચડતા ગયા તેમ તેમ આનંદ વધતો ગયો. પ્રેમલા દાદાના દરબારમાં જઈ ભેટ્યા, અષ્ટપ્રકારી પૂજા કરી તે બધું જોઈ કૂકડો તેની અનુમોદના કરવા લાગ્યો.
પૂજા કર્યા બાદ પ્રેમલા ફરતી ફરતી પવિત્ર સૂર્યકુંડ પાસે આવી ત્યાં શીતળ જળને સ્પર્શી તેની શીતળતાનો લાભ લેવા બેઠી. કૂકડાને ત્યારે જ આ સંસારની અસારતાનું ભાન થયું. ૧૬-૧૬ વર્ષ વીતવા છતાં પોતાનો ઉદ્ધાર થયો નહિ હવે તો તે આ જ રીતે મરશે એમ તેને લાગ્યું. મનુષ્ય તરીકે પોતે પાછો આવી શકશે નહિ એમ તેને થયું. મનમાં ખૂબ દુઃખી થતાં તેને વિચાર આવ્યો કે આના કરતાં તો મરી જવું સારું. આમ વિચારી તે સૂર્યકુંડમાં પડતું મૂકે છે. પ્રેમલા પણ તેને પકડવા અથવા પતિની ગતિ જેવી મારી ગતિ થાય. જીવતા તો ન મળ્યા, મૂઆ પછી સહી એમ વિચારી કૂકડાની પાછળ પાણીમાં પડે છે. બંનેની અંતરાય તૂટવાથી અને શુભ કર્મોદય શરૂ થવાથી, મંત્રેલો દોરો બાંધેલો હતો તે તૂટી જતાં ચંદરાજા મનુષ્યત્વને પામે છે અને શાસનદેવી બંનેને કિનારે મૂકે છે. ભવ શ્રેણી તોડીને સર્વ કર્મનો ક્ષય કરનાર, મોક્ષે પહોંચાડનાર આ પ્રભાવિક તીર્થમાં મનોવાંછિતની પ્રાપ્તિ થાય અને દુઃખ દૂર થાય તેમાં શું આશ્ચર્ય છે. ત્યાર બાદ પ્રેમલા પ્રથમ કર્તવ્ય તરીકે પતિને કહે છે કે સ્વામી આપ અહીં સ્નાન કરી ત્રણ જગતના નાથની પૂજા ભક્તિ કરો. ચંદરાજા પણ તેની ઉત્તમ સલાહનો તુરત જ સ્વીકાર કરે છે.
આ બાજુ પ્રેમલાના પિતા મકરધ્વજને વધામણી મળે છે. વાત સાંભળતાં જ પોતે જમાઈને મળવા સિદ્ધગિરિની યાત્રાએ જાય છે. જમાઈને પ્રેમથી મળી પછી પરમાત્માની પૂજાનો લાભ લે છે. જમાઈનો ધામ-ધૂમે વિમલાપુરીમાં પ્રવેશ કરાવે છે. ચંદરાજા શિવકુમાર નટને બોલાવે છે અને તેને એવો ન્યાલ કરી દે છે કે તેની ભવની ભાવઠ ભાંગી જાય છે. જિંદગી પર્યત નટપણું કરવાનું બાકી રહેતું નથી. તેનો ઉપકાર પણ એવો જ છે કે પ્રત્યુપકાર થઈ શકે જ નહિ. અપરમાતા પાસેથી પ્રાણાંત કષ્ટમાંથી છોડાવ્યા. પરમપ્રિયા પ્રેમલા સાથે મેળવી આપ્યા. તેમના નિમિત્ત કારણથી જ છેવટે મનુષ્યપણું પામ્યા. ચંદરાજા સુજ્ઞ હોવાથી બધું સમજે છે. તેનો બદલો વાળવામાં બાકી રાખતા નથી.
પ્રેમલા ઉપર કનકધ્વજ રાજાએ વિષકન્યાનું આળ મૂકતા મકરધ્વજ
198 * જૈન રાસ વિમર્શ