________________
લોભાતી નહિ અને બીજું કાંઈ માંગતી નહિ. મને અભયદાન આપજે. હું જિંદગીભર તારો ઉપકાર નહિ ભૂલું.” શિવમાળા દોરડા પરથી ઊતરી પિતાને એકાંતમાં લઈ કૂકડાએ કહેલી વાત કરી તેને માગી લેવા કહે છે. શિવકુંવર સમજી જાય છે. વીરમતીનો યશ બોલ્યો તેથી તે ખુશી થઈ. ઇનામ માગવા કહેતાં જ નટે કૂકડો માંગ્યો. વીરમતીએ બીજું માગવા કહ્યું પણ નટ ન માન્યો. ગુણાવળીને એ બાબત કહ્યું તો તે પણ ના પાડવા લાગી. મંત્રીએ ગુણાવળીને સમજાવી કે કૂકડો અહીં રહેશે તો મૃત્યુનો ભય સતત તેની સામે ઝળૂબ્યા ક૨શે માટે તેને નટને આપી દો. તે તેને જીવની જેમ જાળવશે. આથી તે સંમત થાય છે પરંતુ જીભથી કૂકડા પાસે પોતાના વિરહની વ્યથા વર્ણવતા ચોધાર આંસુએ રડે છે. ઘણી બધી વિનવણી કરે છે પણ સાસુના ભયથી અંતે કૂકડાને સોંપવા તૈયાર થાય છે ત્યારે કૂકડો પગના નખ વડે અક્ષર લખી તેને સમજાવે છે કે, “તું મારી બિલકુલ ફિકર કરીશ નહિ. હું જો જીવીશ તો તું જરૂર માનજે કે તને આવીને ચોક્કસ મળીશ.”
હવે નટ અને શિવમાળા સાથે તેઓ ગામેગામ ફરે છે. શિવમાળા પણ એક ભાઈની જેમ કૂકડાનું જતન કરે છે. બે રાજાઓએ તો કૂકડાની માગણી કરી. યુદ્ધ પણ કર્યું પરંતુ અંતે બધું સમુ-સૂતરું પાર ઊતરી ગયું. ફરતાં ફરતાં પ્રેમલાલચ્છીના ગામ વિમળાપુરી આવ્યા. કૂકડાને જોતાં પ્રેમલાલચ્છીને પણ તેની ઉપર પ્રેમભાવ આવ્યો અને તેની માગણી કરી. આ બાજુ કૂકડારૂપે રહેલા ચંદને પણ પ્રેમલા પાસે જવાનું મન થયું. તેનો પતિપ્રેમ પત્નીને ઝંખવા લાગ્યો. તૃતીય ઉલ્લાસ સંપૂર્ણ. પ્રેમલાએ પિતા દ્વારા કૂકડાની માગણી કરી. પહેલા આનાકાની બાદ માંડ માંડ શિવમાળા તે કૂકડાને આપવા તૈયાર થઈ. કૂકડો ધીમેધીમે પ્રેમલાને સાનથી સમજાવે છે કે પોતે તેનો પતિ છે. પ્રેમલા પણ તેને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રાખે છે અને તેનું જીવની જેમ જતન કરે છે. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રેમલાને સિદ્ધાચલજીની યાત્રાએ જવાનું મન થયું. પોતે ત્યાં જ રહેતી હોવાથી તરત વિચારને અમલમાં મૂકે છે. કૂકડાને પણ સાથે લઈને જાય છે. ચંદરાજાને પણ આનંદ થાય છે કે ક્યાં આભાપુરી અને ક્યાં વિમળાપુરી... પોતે કદાચ કોઈ દિવસ સિદ્ધાચલની યાત્રાએ ન જઈ શકત. એ જમાનામાં સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર નહિવત્ હોવાથી આટલા અંતરે વું શક્ય જ નહોતું. પરંતુ પોતે આજે ભગવંતને ભેટવા જઈ રહ્યા છે તે જાણી તેના રોમેરોમમાં ઉલ્લાસ છવાયો. જેમજેમ
ચંદરાજાનો રાસ * 197