________________
છે ત્યારે ખ્યાલ આવે છે કે પૈસાના લોભમાં પોતાના માણસોએ કુંવરને જોયા વિના હા ભણી વિશ્વાસઘાત કર્યો છે. આથી પાંચેય સિંહરથ રાજા, રાણી, હિંસકપ્રધાન, કનકધ્વજ અને કપિલા ઘાવને બોલાવી. સાચી વાત પૂછતા તેઓ પકડાઈ ગયા. રાજાએ પાંચેયને કેદી બનાવ્યા.
ચંદરાજાનો પત્તો મેળવવા મકરધ્વજે દાનશાળા ખોલી. ત્યાં આવતા દરેક માણસને તેનું ઠેકાણું પૂછી તપાસ કરવા લાગ્યા. એકદા જંઘાચરણ મુનિ ત્યાં પધાર્યા. તેમનાં દર્શન-વંદનથી પ્રેમલા જૈનધર્મ પર અત્યંત દઢ શ્રદ્ધાવાન થઈ. વધુ ને વધુ તપ-જપ-ભક્તિ કરવા લાગી. આથી શાસનદેવી પ્રગટ થયાં અને આશીર્વાદ આપ્યા કે લગ્નના ૧૬મા વર્ષે તને પતિ પાછો મળશે.
એક વખત એક યોગિની ત્યાં આવી. તેના હાથમાં વીણા હતી, જેનાથી તે સુંદર ગીત ગાતી હતી. પ્રેમલાએ તેને બોલાવી તેનું સ્થાન પૂછ્યું. જવાબમાં યોગિનીએ જણાવ્યું કે પોતે આભાપુરીનગરીની છે અને ત્યાંના રાજાને તેની માતાએ કૂકડો બનાવી દીધા છે. આથી પ્રેમલા તેને રાજા પાસે લઈ જાય છે. રાજાએ સઘળી હકીકત જાણી અને પ્રેમલાને વૈર્ય રાખવા કહે છે.
આ બાજુ ચંદરાજા ન દેખાવાથી પ્રજાજનો, મંત્રીઓ વગેરે તેના વિષે પૃચ્છા કરે છે. ત્યારે વીરમતી પ્રધાનને પોતાનો ભય દેખાડી મોં બંધ રાખવા કહે છે. પોતે રાજ્ય વહીવટ પોતાને હસ્તક લઈ લે છે. લોકો પણ ભયના. માર્યા વીરમતી સામે બોલવાનો પ્રયત્ન કરતાં નથી. એક વાર મંત્રી મહેલમાં કૂકડાને જોતાં વીરમતીને તેની પૃચ્છા કરે છે. વીરમતી ઉડાઉ જવાબ આપે છે. ફરી તે બાબતમાં ન પૂછવા ધમકી આપે છે. અંદર બેઠેલી ગુણાવળીને આંસુ સારતાં જુએ છે તો તેને પૂછે છે ત્યારે ગુણાવળી કહે છે કે કૂકડો પોતાનો પતિ ચંદરાજા છે. મંત્રી કાંઈ બોલ્યા વિના ત્યાંથી જતો રહે છે. રાજાને કૂકડો બનાવ્યાની વાત બધે ફેલાય છે પણ ભયના માર્યા કોઈ કશું બોલતું નથી.
સ્ત્રીના હાથમાં રાજ્ય જાણીને હેમાલયનો હેમરથ રાજા છે જે ચંદરાજાથી માનહીન થયેલો તે તેની ગેરહાજરીમાં રાજ્ય હડપ કરવા વિચારે છે અને વીરમતીને તાબે થવા અથવા યુદ્ધ કરવા સંદેશ મોકલે છે. રાણીની આજ્ઞાથી મંત્રી લડાઈ કરવા જાય છે અને વિજયની વરમાળા પહેરી પાછો આવે છે. હેમરથને વીરમતી પોતાનો આજ્ઞાંકિત રાજા બનાવે છે. એ અરસામાં
ચંદજાનો ચસ 195