________________
જ જ્ઞાનકળાના ભંડાર જેવો એક નટ આભાપુરીની પ્રશંસા સાંભળી પોતાના ૫૦૦ માણસો સાથે ત્યાં આવ્યો.
વીરમતીની આજ્ઞા લઈ પોતાના દ્રવ્ય દારિદ્રયને દૂર કરવા જુદાજુદા ખેલો દેખાડવા લાગ્યો, સાથે પુત્રી શિવમાળા પણ સુંદર ખેલ કરતી હતી. તેમના ખેલ જોઈ બધા ખૂબ જ પ્રસન્ન થયા. નટ પણ ચંદરાજાની બિરદાવળીરૂપ યશોગાન ગાવા માંડ્યો. વીરમતીના કાનમાં આ શબ્દો ખીલાની જેમ ભોંકાયા. નટ પોતાને બદલે ચંદરાજાના ગુણગાન ગાતો હતો તેથી તેણે તેને ઈનામ ન આપ્યું. આ બાજુ નટ વારંવાર યશોગાથા ગાઈ, અન્ય અંગકસરતો બતાવવા લાગ્યો પણ વીરમતી રાજી ન થઈ. કૂકડો સમજી ગયો કે ચંદરાજાના યશોગાન ગાય છે તેથી ઇનામ નથી આપતા. તેણે વિચાર્યું કે નટ બીજા રાજ્યમાં જઈ આભાપુરીના અવર્ણવાદ બોલશે. જો કાંઈ દાન નહિ મળે તો. આથી પીંજરના સળિયા હટાવી પોતાને દાણા નાખતા હતા તે રત્નજડિત કચોળાનો દાન પેટે ઘા કર્યો. ગોખમાંથી નીચા નમી, પાંખોને આડી કરી, કચોળાને ચાંચ વડે ઉપાડી નીચે નાંખ્યું. જેને નટે નજીક જઈ હાથ વડે ઝીલી લીધું પછી તો ચારેબાજુથી દાનરૂપે વસ્ત્રો, અલંકારો વગેરે આપવા લાગ્યાં. વીરમતીને ખ્યાલ ન આવ્યો કે કૂકડાએ દાન આપ્યું છે આથી મનમાં ને મનમાં ગુસ્સે થઈ. કોણે પ્રથમ દાન આપ્યું તે વિચારમાં ક્રોધે ભરાઈ. બીજે દિવસે કોણે દાન આપ્યું હતું તે નક્કી કરવા વીરમતીએ ફરી નટને બોલાવી નાટક કરવાનો હુકમ કર્યો. નટ પણ ગઈકાલે મળેલા મોટા ઈનામની લાલચે જલદીથી નાટક કરવા તૈયાર થઈ ગયો.
આજે પણ નાટક પૂર્ણ થતાં વીરમતિએ દાન દીધું નહિ. નટ ફરી ચંદરાજાનો યશ ગાવા લાગ્યો. આજે પણ ચંદરાજાએ પોતાના પાણી પીવાનું સુવર્ણનું લાખ સોનૈયાનું કચોળું દાનરૂપે ફેંક્યું. આ વાત વીરમતીના ધ્યાનમાં આવી અને તે ખુલ્લી તલવાર સાથે કૂકડાને મારવા આવી. લોકો પણ ભેગા થઈ ગયા. ગુણાવાળીએ માંડ માંડ સમજાવી કૂકડાને ત્યાંથી દૂર લઈ જઈ બચાવ્યો. શિવકુંવર નટ ત્યાં આવી વીરમતી પાસે મીઠી વાતો કરી તેના ગુસ્સાને ઓછો કર્યો. એ વખતે કૂકડાએ શિવાળાને પક્ષીની ભાષામાં કહ્યું કે, “હે શિવમાળા! તું તારી કળામાં ખૂબ જ હોશિયાર છો અને પક્ષીની ભાષા પણ તું સમજે છે એમ મને ખબર પડે છે. આ ખેલના અંતે જ્યારે વીરમતી તને ઈનામ માંગવાનું કહે ત્યારે તું મને માંગી લેજે. જોજે દાનમાં
196 * જૈન રાસ વિમર્શ