________________
કેવી રીતે ઉપકારક થાય છે તે આ રાસ પરથી સમજી શકાય છે. રાસના મુખ્ય પાત્ર એવા ચંદરાજાને તૂર્કટના સ્વરૂપમાંથી મનુષ્યપણું ધારણ કરવામાં કારણભૂત આ મહાતીર્થ પર આવેલ પ્રભાવશાળી એવા સૂર્યકુંડનું જળ છે. જેની પુષ્ટિ વિદ્વાન, મહાકવિ, પંડિત શ્રી વીરવિજયજી પોતે રચેલી નવાણું પ્રકારી પૂજામાં જણાવતાં લખે છે કે,
દ્રવ્યસેવનથી સાજા તાજા, જેમ કૂકડો ચંદરાજા રે; એ તીરથ તારું.”
ચંદરાજાની પ્રથમ પત્ની ગુણાવળીનું ચરિત્ર દરેકે મનન કરવા જેવું છે. પતિની આજ્ઞા વિરુદ્ધ તેનાથી છુપાવીને કરેલું એક નાનું પણ અકાર્ય તેને કેટલું દુઃખ આપનાર બન્યું. તે ધ્યાન ખેંચતી બાબત છે. વળી દુર્જનની દોસ્તી પણ સારી નહિ અને દુશમની પણ સારી નહિ એ બાબત તેણે વીરમતીને આપેલ સાથ ઉપરથી સાબિત થાય છે. વીરમતીની દોસ્તીથી પતિ કૂકડાના સ્વરૂપને પામે છે. જ્યારે વીરમતીની દુમની પતિ સાથે ૧૬-૧૬ વર્ષનો વિયોગ કરાવે છે.
ચંદરાજાની બીજી પત્ની પ્રેમલાલચ્છીનું ચરિત્ર કઠણ હૃદયના માનવીને અને તેના ચિત્તને ખળભળાવી મૂકે, હચમચાવી મૂકે તેવું છે. કર્મ સિવાય કોઈ પણ માનવીને સુખ-દુ:ખ આપી શકવા સમર્થ નથી. આથી કર્મને સમજી સત્કર્મ કરવા પ્રયત્નશીલ રહેવું. જૈનદર્શન અને તેના સિદ્ધાંતો પ્રત્યેની, જિનવચનો પ્રત્યેની અવિહડ શ્રદ્ધા દુઃખના દાવાનળને શાંત કરી સુખના શીતળ જળમાં સ્નાન કરાવ્યા વિના રહેતી નથી. તે આપત્તિ-વિપત્તિથી મુક્ત તો કરે જ છે, ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે જ છે પણ અવર્ણનીય આત્મિક સુખની પ્રાપ્તિ પણ તેના વડે જ થાય છે.
ચંદરાજાની સાવકી માતા વીરમતી એ સ્ત્રીચરિત્રને આબેહૂબ રજૂ કરે છે. બેહદ પ્રપંચજાળ, રાજ્ય ખટપટ, અન્યોને ભોળવી ગેરમાર્ગે દોરવા, ચંદરાજા પ્રત્યે ક્રૂરતા વગેરે ત્યાજ્ય હોવા છતાં સમજવા જેવાં છે એટલું જ નહિ તેને બરાબર સમજી પોતાના જીવનમાં એવા દોષો તો નથી ને? જો હોય તો તેને તત્કાળ દેશવટો આપવો તે બાબત તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ રાસ પરથી વીરમતી એટલી પ્રસિદ્ધ થઈ હતી કે અત્યારે પણ આવી કૂડ-કપટવાળી અને કરામતવાળી સ્ત્રીને લોકો વીરમતીના ઉપનામથી ઓળખાવે છે.
આ રાસના રચયિતા કવિ મોહનવિજયજીની વિદ્વત્તાને પ્રગટ કરતી
ચંદરાજાનો રાસ » 205