________________
તૃતીય ઉલ્લાસના આરંભના દુહાઓમાં સ્વમત-પરમત દર્શાવી તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું.
જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ; દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ૩ ભંગજાળ નર બાળમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શન તણો, નહી નિદર્શનાભાસ. ૪
અર્થાત્ જે દર્શન આત્મસ્વરૂપના અનુભવ વિનાનું છે તે દર્શન (મત) વિરોધી મતવાળું છે અને જે દર્શનમાં આત્મસ્વરૂપના અનુભવરૂપ સમ્યગુદર્શન થાય છે તે જ દર્શન પ્રત્યક્ષદર્શન છે. અજ્ઞાનને આધીન બનેલો પુરુષ અનેક પ્રકારના પ્રયાસથી વચનોના ભંગજાળની રચના કરે છે. તેવા કપટવાળા મત-દર્શનથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. જે થાય છે તે દર્શન નથી પણ દર્શનાભાસ છે.
ચતુર્થ ઉલ્લાસની ૩૨મી ઢાળ એટલે રાસને પૂર્ણતાના પંથે પહોંચાડનાર ઢાળ. આ ઢાળમાં ચંદરાજાએ સંયમ લઈને, સંયમનું સુંદર પાલન કરીને, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાનો આરંભ કર્યો તેનું સુંદર છતાં સહજ વર્ણન જેવા મળે છે જેમાં ઉપમા, રૂપક વગેરેનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાથાઓ પર નજર કરીએ તો ગુજરાતી ભાષાનો વૈભવ નજરે ચડ્યા વિના રહેતો નથી.
આઠે પ્રવચન માતા કેરા, ખોળામાંહે ખેલે રે; સ0 ખંતિતણે ખડગે કરી સહિ, મોહ મહામદ ઠેલે છે.
સ૦૩ અંતર સંવેગની તટિનીએ, પરમાનંદ ઝીલે હે; સ0 કાયા રથને સુવિધે આણ્યો, યોગપંથને ચીલે હે
સ૮૪ જેન વિવેકશૈલીથી લીધી, અનુભવ રસની કુંચી હે; સ0 સુભગ સંતોષ તણા મંદિરમાં ક્ષાયિક ભાવને સ્પી હે. સ૦૫ પંચમેરૂસમ પંચમહાવ્રત અતુલબળે ઉપાડે છે; સ0 પંચકરણ પંચાનનની પરે, લાવે સંવર વાડે છે સ.O૬ પરિસહથી આતમગુણ પુષ્ટિ મુક્તિની પ્રાપ્તિ વિચારે છે; સ0 જિમ તાપહિક સહનથી કંચન, ભૂષણપણું નિરધારે છે. સ0૭
અર્થાત્ આઠ પ્રવચન માતાના ખોળામાં ખેલે છે, ક્ષમારૂપ ખગ વડે મોહરાજને પરાજય પમાડે છે. અંતરંગ સંવેગરૂપ નદીમાં પરમાનંદના
ચંદજાનો ચસ *211