________________
કરી. ચંદરાજાને પાછા બોલાવવા આમંત્રણપત્ર લખાવ્યો. આ બાજુ ગુણાવળી વિચારે છે કે પતિ કેમ પાછા ફરવાના સમાચાર મોકલતા નથી. એ વખતે એક સૂડો ત્યાં આવે છે જે ગુણાવળીને આશ્વાસન આપી ચંદરાજાને તેનો પત્ર પહોંચાડે છે. પત્રમાં રહેલા આંસુથી ચંદરાજાનું હૃદય પીગળી જાય છે અને સત્વરે આભાપુરી પહોંચવાનો નિર્ણય કરે છે. વિચાર કરતાં શ્વસુરરાજા તથા પ્રેમલાના ઉપકાર યાદ આવે છે. તેમની સમક્ષ કેવી રીતે વાત કરવી તે વિચારતા ઉદાસ થઈ જાય છે. પરંતુ પ્રેમલા તેને ઉદાસ જોઈ કારણનું અનુમાન કરી ગુણાવળીને અહીં તેડાવી લેવાની વાત કરે છે. પરંતુ ચંદરાજા અસરકારક રીતે પોતાનું આભાપુરી જવું કેટલું જરૂરી છે તે સમજાવવામાં સફળ થાય છે. પછી મકરધ્વજ રાજાને વાત કરે છે. રાજા ઘણા લાગણીભર્યા વચનો કહી તેને રોકવાનો પ્રયત્ન કરે છે. પોતાને પુત્ર ન હોવાથી ચંદ જ તેનો પુત્ર છે. એક જ પુત્રી હોવાથી ઘણો આગ્રહ કરે છે પણ ચંદરાજા માનતા નથી. છેલ્લે ચંદરાજાની વાત સ્વીકારે છે. જવાનું નક્કી થતાં ચંદરાજા નગરજનોના આશિષ મેળવતાં નગર મધ્યેથી પસાર થઈ સિદ્ધાચળની તળેટીમાં આવે છે ત્યાં વંદન કરી આભાપુરી જવા રવાના થાય છે. રસ્તામાં ઘણા રાજાઓ ચંદરાજાના પુણ્યપ્રતાપથી વશ થાય છે અને પોતાની કન્યાઓ ચંદરાજાને પરણાવે છે. આમ તેઓ પોતનપુર નગરીમાં પ્રવેશ કરે છે. નટ શિવકુંવર અને તેની પુત્રી શિવમાળા પણ રાજાની સાથે છે અને રસ્તામાં મનોરંજન કરાવતાં રહે છે.
એક વાર ઈન્દ્ર ભરી સભામાં ચંદરાજાના શિયળવ્રતની પ્રશંસા કરે છે અને કહે છે કે કોઈ પણ તેને શિયળવ્રતથી ડગાવી શકે તેમ નથી. આથી એક મિથ્યાત્વી દેવ ચંદરાજાની પરીક્ષા કરવા પોતનપુરમાં પ્રવેશી મધ્યરાત્રિએ અદ્દભુત વિદ્યાધરીનું રૂપ વિકવ્યું અને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો. ચંદરાજાએ કરુણ વિલાપ સાંભળી એ દિશામાં જવા પગ ઉપાડ્યા. ત્યાં જઈને જોયું તો એક સુંદર યુવતી એકલી છે અને રુદન કરી રહી છે. આથી રુદનનું કારણ પૂછ્યું. જવાબમાં સુંદરી કહે મારા પતિ મને છોડી ચાલ્યા ગયા છે. આપ મને સ્વીકારો. હવે તો આપ જ મારા પતિ છો કહી લલચામણા હાવભાવથી ચંદરાજાને શિયળથી ડગાવવા પ્રયત્ન કરે છે. પરંતુ ચંદરાજા સુંદરીમાં મોહાયા વિના તેને બહેન તરીકે સંબોધિત કરી બ્રહ્મચર્યનો મહિમા સ્થાપિત કરે છે. આમ શિયળવ્રતની પરીક્ષામાં સાંગોપાંગ ઊતરી દેવના
ચંદરાજાનો રાસ *201